મારુતિની આ કાર અનેક ગાડીઓના ભૂક્કા બોલાવશે, સસ્તી મિની MPV...વિગતો જાણી ચક્કર ખાઈ જશો
મારુતિ સુઝૂકી સસ્તા એમપીવી સેગમેન્ટમાં પણ પ્રવેશવાની તૈયારી કરી રહી છે. પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે કંપનીએ આ વર્ષે પોતાના જૂના મોડલોને અપડેટ કરવા અને કેટલાક નવા મોડલોને લોન્ચ કરવાની યોજના બનાવી છે
Trending Photos
મારુતિ સુઝૂકી સસ્તા એમપીવી સેગમેન્ટમાં પણ પ્રવેશવાની તૈયારી કરી રહી છે. પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે કંપનીએ આ વર્ષે પોતાના જૂના મોડલોને અપડેટ કરવા અને કેટલાક નવા મોડલોને લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીના આ વર્ષના પ્રોજેક્ટમાં વેગનઆર ફેસલિફ્ટ અને ન્યૂ જનરેશન સ્વિફ્ટ અને ડિઝાયરનું લોન્ચ સામેલ છે.
આ ઉપરાંત મારુતિ સુઝૂકી પોતના કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક કાર ઈવીએક્સ(eVX), પ્રીમિયમ 7 સીટર એસયુવી અને એક બજેટ મિની એમપીવીને પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં અમે તમને સેગમેન્ટમાં જલદી બજારમાં ઉતરનારી મારુતિ 7 સીટર એસયુવી અને મિની એમપીવીની ડિટેલ્સ આપીશું.
મારુતિ 7 સીટર એસયુવી
મારુતિની નવી 7 સીટર એસયુવીને કોડનેમ Y17 હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે. આ એસયુવી સુઝૂકીના ગ્લોબલ સી આર્કિટેક્ચર પર આધારિત ગ્રાન્ડ વિતારાના પ્લેટફોર્મ બેસ્ડ હશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ મોડલનું ઉત્પાદન 2025માં કંપનીના ખરખૌદા સ્થિત પ્લાન્ટમાં શરૂ થઈ શકે છે. તેના મોટાભાગના ડિઝાઈન એલિમેન્ટ્સ, ફીચર્સ અને કમ્પોનન્ટ્સને તેના 5 સીટર મોડલ જેવા રખાય તેવી શક્યતા છે.
તેમા કેટલાક કોસ્મેટિક ફેરફાર થાય તેવી શક્યતા છે. તેના પાવરટ્રેન પણ ગ્રાન્ડ વિતારાથી લેવામાં આવી શકે છે. તેમાં 1.5 લીટર K15C પેટ્રોલ માઈલ્ડ હાઈબ્રિડ અને 1.5 લીટર એટકિંસન સાઈકલ સ્ટ્રોંગ હાઈબ્રિડ એન્જિન ઓપ્શન મળી શકે છે. જે ક્રમશ: 103 બીએચપી અને 115 બીએચપીનો પાવર જનરેટ કરે છે.
નવી મારુતિ મિની એમપીવી
મારુતિ સુઝૂકી રેનો ટ્રાઈબરને ટક્કર આપવા માટે બજેટ સેગમેન્ટમાં એક એન્ટ્રી લેવલ મિની એમપીવી રજૂ કરવાની યોજના ઘડી રહી છે. જાપાની બજારમાં ઉપલબ્ધ સુઝૂકી સ્પેસિયા (Suzuki Spacia) પર બેસ્ડ આ મોડલને 2026માં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. મારુતિની નવી મિની એણપીવી (કોડનેમ YDB) જાપાનમાં વેચાઈ રહેલી સ્પેસિયાથી સાઈઝ અને ડિઝાઈનમાં થોડી અલગ હોઈ શકે છે.
તેમાં 3-રોમાં સીટ લેઆઉટ અને સ્લાઈડ થનારા દરવાજા મળી શકે છે. તેમાં બ્રાન્ડનું નવું ઝેડ-સીરિઝ 1.2 લીટર પેટ્રોલ એન્જિન મૂકવામાં આવી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ભારતમાં આ મિની એમપીવીને 6 લાખ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે