Redmi Note 13 Pro Plus 5G: 30 મિનિટ સુધી પાણીમાં ચાલી શકે છે રેડમીનો નવો ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi એ આજે ભારતમાં  Redmi Note 13 Pro Plus 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.  Pro Plus મોડલમાં ઘણા શાનદાર ફીચર્સ છે. પરંતુ આ એક મિડ-રેન્જ ફોન છે. જુઓ તેની ખાસિયતો અને કિંમત....

Redmi Note 13 Pro Plus 5G: 30 મિનિટ સુધી પાણીમાં ચાલી શકે છે રેડમીનો નવો ફોન, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Xiaomi એ ભારતમાં Redmi Note 13 સિરીઝ લોન્ચ કરી દીધી છે. આ સિરીઝમાં ત્રણ ફોન સામેલ છે- Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G અને ટોપ મોડલ Redmi Note 13 Pro Plus 5G.આ ત્રણ ફોન ચીનમાં પહેલાથી લોન્ચ થઈ ચુક્યા છે, સિવાય નોર્મલ Redmi Note 13. પ્રો પ્લસ મોડલમાં ઘણા શાનદાર ફીચર્સ છે, પરંતુ તે એક મિડ-રેન્જ ફોન છે. આવો જોઈએ આ ફોનની શું ખાસિયત છે.

Redmi Note 13 Pro Plus 5G Specifications
Redmi Note 13 Pro Plus 5G ની ડિઝાઇન ખુબ શાનદાર છે, તેમાં સપાટ કિનારીઓ અને વિશાળ વક્ર ડિસ્પ્લે છે. આ ફોન બે પ્રકારની સામગ્રીમાં આવે છે - ગ્લાસ અને લેધર. ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે, એટલે કે તે દોઢ મીટર ઊંડા પાણીમાં ઓછામાં ઓછા 30 મિનિટ સુધી જીવિત રહી શકે છે. ફોનમાં 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે છે જે વક્ર છે અને ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની છે.

Redmi Note 13 Pro Plus 5G Camera
ફોનનું મુખ્ય પાસું એક દમદાર પ્રોસેસર છે-  MediaTek Dimensity 7200 Ultra.સાથે તેમાં LPDDR5 રેમ અને  UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સોફ્ટવેરની વાત કરીએ તો તે લેટેસ્ટ Android 13 ની ઉપર શાઓમીની  MIUI 14 ચાલે છે. ફોટા માટે, આ ફોનમાં બે સારા કેમેરા છે - ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરા અને પાછળ ટ્રિપલ કેમેરા સિસ્ટમ. પાછળના કેમેરામાં 200MP મુખ્ય સેન્સર છે. આ સાથે 8MP વાઇડ-એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ પણ આપવામાં આવ્યા છે.

Redmi Note 13 Pro Plus 5G Battery
કનેક્ટિવિટી માટે ફોનમાં બે સિમ કાર્ડ સ્લોટ, 5જી નેટવર્ક સપોર્ટ, ઝડપી વાઈફાઈ 6E,લેટેસ્ટ  Bluetooth 5.3, GPS, NFC અને USB Type-C પોર્ટ. અંતમાં પાવર આપા માટે ફોનમાં 5,000mAh બેટરી છે. આ બેટરી 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

Redmi Note 13 Pro Plus 5G Price
Redmi Note 13 Pro Plus 5G 3  વેરિએન્ટમાં આવે છે
8GB + 256GB – ₹31,999 
12GB + 256GB – ₹33,999 
12GB + 512GB – ₹35,999

ફોન ત્રણ કલર (Fusion White, Fusion Black અને Fusion Purple)માં આવે છે. ફોનનો સેલ 10 જાન્યુઆરી બપોરે 12 કલાકે શરૂ થશે. તેને એમઆઈ સ્ટોર અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news