iPhone 14 ની કિંમતમાં વેચાઇ રહી છે આ કાર્સ, નક્કી કરો ફોન ખરીદવો છે કે ગાડી

Used Cars: તાજેતરમાં જ Apple એ iPhone 14 સીરીઝ લોન્ચ કરી છે, જેમાં સૌથી સસ્તો iPhone 14 છે, જેની કિંમત લગભગ 80 હજાર રૂપિયા છે. પરંતુ જો અમે કહીએ કે આટલી કિંમતમાં તમને એક કાર મળી શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો?

iPhone 14 ની કિંમતમાં વેચાઇ રહી છે આ કાર્સ, નક્કી કરો ફોન ખરીદવો છે કે ગાડી

Used Cars: તાજેતરમાં જ Apple એ iPhone 14 સીરીઝ લોન્ચ કરી છે, જેમાં સૌથી સસ્તો iPhone 14 છે, જેની કિંમત લગભગ 80 હજાર રૂપિયા છે. પરંતુ જો અમે કહીએ કે આટલી કિંમતમાં તમને એક કાર મળી શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો? તમને વિશ્વાસ કરી લેવો જોઇએ કારણ કે એવી તમામ જૂની કાર છે, જે 80 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. તેમાંથી કેટલીક કારની જાણકારી અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જોકે અમે કેટલીક સસ્તી જૂની કારને મારૂતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂની વેબસાઇટ પર 19 સપ્ટેમ્બરના રોજ જોઇ છે. તેની કિંમત 80 હજાર રૂપિયાની આસપાસ છે. અહીં જૂની કાર વેચાઇ છે.  

Maruti Alto LX કાર સોનીપતમાં ઉપલબ્ધ છે, જેને વેચાણ માટે 80 હજાર રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે. આ 2007 મોડલની કાર છે અને અત્યાર સુધી 114042 KM ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. તેનું રજિસ્ટ્રેશન પણ સોનીપતનું છે.  

Maruti Zen Estilo LXI રાજકોટમાં ઉપલબ્ધ છે. તેની વેચાણ કિંમત 80 હજાર રૂપિયા છે. આ પણ 2007 મોડલની કાર છે. જોકે અત્યાર સુધી 146983 KM ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે. આ છઠ્ઠા ઓનરની કાર છે. તેનું રજિસ્ટ્રેશન રાજકોટનું છે. 

Maruti Wagon R LXI ગુરૂગ્રામમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, જેનામ આટે 80 હજર રૂપિયાની ડિમાન્ડ છે. આ 2008 મોડલની કાર છે અને કુલ 194088 KM ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે અને અત્યારે ફર્સ્ટ ઓનર કાર છે. તેનો રજિસ્ટ્રેશન નંબર ગુરૂગ્રામનો જ છે. 

Maruti Alto LX વેચાણ માટે જોધપુરમાં ઉપલબ્ધ છે. આ કાર માટે પણ 80 હજાર રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે. આ પણ 2008 મોડલની કાર છે. આ કુલ 144417 KM ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે. આ થર્ડ ઓનર કાર છે. તેનો રજિસ્ટ્રેશન નંબર જોધપુરનો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news