Tata નો મોટો દાવ! થારને ટક્કર આપવા ઉતારશે ધાંસૂ SUV, જબરદસ્ત પાવરથી હશે લેસ
Tata 4X4 SUV Launch Soon: Tata Motors જલ્દી એક નવી એસયુવી લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જે મહિન્દ્રા થારને ટક્કર આપશે. આ એસયુવીમાં શાનદાર પાવર અને ઓફ-રોડિંગ ક્ષમતાઓ હોવાની આશા છે.
Trending Photos
Tata 4X4 SUV Launch Soon: ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે કારણ કે ટાટા મોટર્સે મહિન્દ્રા થાર અને Jeep SUV ને ટક્કર આપવા માટે એક મજબૂત 4x4 SUV લોન્ચ કરવાનો સંકેત આપ્યો છે. જાણકારી અનુસાર ઓફ-રોડિંગ વ્હીકલ્સની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને ટાટા આ સેગમેન્ટમાં પોતાની પક્કડ મજબૂત કરવા માટે Harrier EV જેવા મોડલોની સાથે આગળ વધી રહી છે. આ સિવાય ટાટા આઈકોનિક મોડલ Sierra ને હાઈટેક કારના રૂપમાં રજૂ કરે છે. તે થારને ટક્કર આપી શકે છે.
ઓટો એક્સપોમાં ટાટાએ આપ્યો સંકેત
ટાટા મોટર્સે 2023 ઓટો એક્સપોમાં Harrier EV ના રૂપમાં પોતાની 4-વ્હીલ ડ્રાઇવ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું, જેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કંપની ઓફ-રોડ એસયુવી સેગમેન્ટમાં પોતાની પક્કડ મજબૂત કરવા માટે તૈયાર છે. ટાટા મોટર્સની 78મી વાર્ષિક સામાન્ય સભામાં, કંપનીએ જીપ જેવી એસયુવી પર કામ કરવાની યોજનાની પુષ્ટિ કરી હતી. વધુમાં, ટાટા સિએરાને આધુનિક સ્વરૂપમાં ફરીથી રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જે સંભવિતપણે મહિન્દ્રા થાર સાથે સ્પર્ધા કરશે.
ટ્વિસ્ટની સાથે સિએરાની વાપસી કરાવી શકે છે ટાટા મોટર્સ
ટાટા મોટર્સ તેના આઇકોનિક મોડલ સિએરાને આધુનિક ટ્વિસ્ટ સાથે ફરીથી રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ SUVને ઉત્તમ ઓફ-રોડિંગ ક્ષમતાઓ સાથે તૈયાર કરવામાં આવશે, જેના કારણે તે મહિન્દ્રા થાર સાથે મજબૂત સ્પર્ધા કરી શકે છે. જો કે આ પ્રોજેક્ટ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેની ચોક્કસ વિગતો બહાર આવી નથી, પરંતુ સિએરાને નવા સ્વરૂપમાં પરત કરવાને લઈને ભારે ઉત્તેજના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે