26 જાન્યુઆરીના ફરીથી લોન્ચ થશે નવી SAFARI, મુસાફરી માટે ફરીથી થઇ જાવ તૈયાર
ટાટાએ નવી સફારીની બેંક બંપરમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હેરિયરથી ખૂબ અલગ છે. ટાટા મોટર્સએ નવી સફારીમાં નવી ટેલ-લેમ્પ આપવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: લાંબા સમય બાદ દેશની પહેલી એસયૂવી એકવાર ફરીથી રસ્તા પર દોડવા માટે તૈયાર છે. TATA SAFARI પ્રજાકસત્તા દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે લોન્ચ થશે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. હવે કંપની તેને 7 સીટર વેરિએન્ટમાં લોન્ચ કરવા જઇ રહી છે. ટાટા સફારી 7 સીટર હેરિયરનું અપડેટેડ વર્જ હશે. તેમાં 7 સીટના ઓપ્શનને બેંચ સીટ તરીકે આપવામાં આવશે. જોકે હેડરેસ્ટ એડજેસ્ટેબલ હશે. એટલે તેનો લુક સંપૂર્ણ રીતે ફ્રંટથી હેરિયર જેવો જ દેખાશે.
બેક બંપરમાં કરવામાં આવ્યો છે ફેરફાર
ટાટાએ નવી સફારીની બેંક બંપરમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હેરિયરથી ખૂબ અલગ છે. ટાટા મોટર્સએ નવી સફારીમાં નવી ટેલ-લેમ્પ આપવામાં આવ્યા છે. જોકે તેના રિયર સાઇટ આકર્ષક બનાવે છે. ટાટાએ નવી સફારીને હેરિયરની અપેક્ષા લંબાઇમાં 63mm અને ઉંચાઇમાં 80mm વધારી છે. કંપનીની નવી સફારી લેંડ રોવર (Land rover)ના D8 પ્લેટફોર્મ પર આધારિત છે. કંપનીની Harrier SUV પણ તેને પ્લેટફોર્મ પર વિકસિત છે.
આ હશે એન્જીન
સફારીમાં 2.0 લીટરના Kryotec ડીઝલ એન્જીન રાખવામાં આવ્યું છે જોકે હેરિયર સમાન છે. તમને જણાવી દઇએ કે 2021 ટાટા સફારીનું એન્જીન 170 bhp ની પાવર અને 350 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
આટલી હશે કિંમત
સફારીના બેસ વેરિએન્ટની કિંમત 15 લાખ રૂપિયા અને ટોપ વેરિએન્ટની કિંમત 21 લાખ રૂપિયાની આસપાસ થઇ શકે છે. સફારીનો મુકાબલો 7 સીટર MG Hector Plus અને મહિંદ્રા XUV500 થી સજ્જ થશે.
આ છે ફીચર્સ
આ કારમાં લેધર ક્લેડ સીટ, રિયર એસી વેન્ટ, નેવિગેશનની સાથે ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ ઇન્ટરફેસ, છ એરબેગ, એબીએસ સાથે ઇબીડી, ટ્રાંજેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ, હિલ ડિસેંટ કંટ્રોલ, મલ્ટીપલ ડ્રાઇવ મોડ, કોર્ન એબીએસ, સેલ્ફ ક્લિનિંગ બ્રેક ડિસ્ક, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક હેડલેપ્સ, વાઇપર, પેનોરમિક સનરૂફ અને ઓટોમેટિક ક્લાઇમેટ જેવા પ્રમુખ ફીચર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે