Tataની સૌથી સસ્તી કારે લોકોને બનાવ્યા દિવાના, 5 લાખ લોકોએ ખરીદી, કિંમત 5.60 લાખ
Tata Cheapest Car: આ કારને વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તેનું વેચાણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ટિયાગોનું વેચાણ 5 લાખ યુનિટને પાર કરી ગયું છે.
Trending Photos
Tata Tiago Sales: ટાટા મોટર્સની સૌથી સસ્તી કાર ટિયાગો હેચબેક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ કાર વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તેનું વેચાણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ટિયાગોનું વેચાણ 5 લાખ યુનિટને પાર કરી ગયું છે. ટાટા મોટર્સે જણાવ્યું છે કે તેના વેચાણમાં છેલ્લા એક લાખ વાહનો માત્ર 15 મહિનામાં વેચાઈ ગયા છે.
Tiago કાર પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, Tiago NRG સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) પણ છે, જે પેટ્રોલ અને CNG બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, 71 ટકા લોકોએ ટિયાગો કાર ખરીદી હતી, જેમણે તેને તેમની પ્રથમ કાર તરીકે પસંદ કરી હતી. ટિયાગોનું 60 ટકા વેચાણ શહેરી બજારમાં અને બાકીનું 40 ટકા ગ્રામીણ બજારમાં થયું છે.
Tiagoની કિંમત 5.60 લાખ રૂપિયાથી લઈને 12.04 લાખ રૂપિયા સુધીની છે. Tiago કારમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે જે CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે. Tiagoના પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટનું માઈલેજ 19.01 kmpl છે અને પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટનું માઈલેજ 19.28 kmpl છે. ટિયાગોનું ઇલેક્ટ્રિક વર્ઝન ટિગોર ઇવી તરીકે ઓળખાય છે. Tiago EVનું માઇલેજ 306 kmpl સુધી છે.
આ ક્લાસની સૌથી સસ્તી કાર હોવા ઉપરાંત, ટિયાગો કાર ફીચર્સની બાબતમાં ઘણી સારી છે. તેમાં ABS, EBD, ઇલેક્ટ્રિક વિન્ડો ઓપરેશન, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એર કન્ડીશનીંગ જેવા ફીચર્સ સામેલ છે. આ કાર સારી માઈલેજ, ફીચર્સ અને સેફ્ટી ફીચર્સ સાથે આવે છે જે તેને એક બેસ્ટ ઓપશન બનાવે છે.
આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે