Maruti, Hyundai, Tata ની બાપ નીકળી આ ગાડી, Kia ની કારે બધી ગાડીઓના ભુક્કા બોલાવ્યા!

Car Export In April 2023: એપ્રિલ 2023માં ભારતની કારની નિકાસમાં ઘટાડો થયો છે. એપ્રિલ 2023 માં કુલ PV નિકાસ 11.95 ટકા ઘટીને 40,900 યુનિટ થઈ હતી. જે એપ્રિલ 2022માં નિકાસ કરાયેલા 46,498 એકમો કરતાં ઓછી છે.

Maruti, Hyundai, Tata ની બાપ નીકળી આ ગાડી, Kia ની કારે બધી ગાડીઓના ભુક્કા બોલાવ્યા!

Top 10 Car Exports April 2023: એપ્રિલ 2023માં ભારતની કારની નિકાસમાં ઘટાડો થયો છે. માત્ર વાર્ષિક ધોરણે જ નહીં, પરંતુ મહિના દર મહિનાના ધોરણે પણ નિકાસ ઘટી છે. માર્ચ 2023માં 69,026 કારની નિકાસ કરવામાં આવી હતી, જેની સરખામણીએ એપ્રિલમાં ઓછી નિકાસ થઈ હતી.

એપ્રિલ 2023 માં મહત્તમ નિકાસ Maruti, Hyundai કે Tata ની કોઈ કારનું નહીં પણ કિયાની કારનું થયું છે.  નિકાસના સંદર્ભમાં નંબર-1 પર Kia Sonetછે, જેની એપ્રિલ 2022માં 2,105 યુનિટની નિકાસ થઈ હતી જ્યારે એપ્રિલ 2023માં 4,206 યુનિટની નિકાસ કરવામાં આવી હતી, જે તેની નિકાસમાં 99.81 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી. આ પછી એપ્રિલ 2023માં મારુતિ બલેનો નિકાસના મામલે બીજા નંબર પર રહી.

એપ્રિલ 2023 માં મારુતિ બલેનોના 4,179 એકમોની નિકાસ કરવામાં આવી હતી, જે એપ્રિલ 2022 માં નિકાસ કરાયેલા 495 એકમો કરતાં 744.24 ટકા વધુ છે. તેની નિકાસ વાર્ષિક ધોરણે 3,684 યુનિટ વધી છે. હ્યુન્ડાઈ વર્નાની નિકાસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ 2022માં તેની નિકાસ 1,513 યુનિટ થઈ હતી, જેની સરખામણીએ એપ્રિલ 2023માં 162.59 ટકાના વધારા સાથે નિકાસ વધીને 3,973 યુનિટ થઈ ગઈ હતી.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ચોથા નંબર પર હતી. જોકે, મારુતિ સુઝુકી સ્વિફ્ટની નિકાસ ગયા મહિને 29.68 ટકા ઘટીને 2,929 યુનિટ થઈ હતી, જે એપ્રિલ 2022માં 4,165 યુનિટ્સ મોકલવામાં આવી હતી. આ પછી કિયા સેલ્ટોસ પાંચમા નંબર પર રહી પરંતુ તેની નિકાસમાં 46.73 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તેના 2,864 યુનિટની નિકાસ કરવામાં આવી હતી જ્યારે એપ્રિલ 2022માં 5,376 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:
IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news