વાંકાનેર: 18 વર્ષની વિદ્યાર્થીનીએ કેસોસીન છાંટી આપઘાત કર્યો

વાંકાનેરમાં રહેતી ૧૮ વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના ઘેર કેરોસીન છાંટી કાંડી ચાપી લઈને આપઘાત કર્યો હતો જેથી કરીને ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી જો કે, સોનલ નામની આ વિદ્યાર્થીનીનું ટુંકી સારવાર બાદ તેનુ મોત થયુ હતું. અને યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં એક મહિલા સહીત કુલ મળીને ચાર વ્યક્તિઓના નામ લખાયા હતા અને તેની સાથે ગેંગ રેપ કરવામાં આવશે તેવી આશંકા પણ તેને સ્યુસાઈડ નોટમાં વ્યક્ત કરી હતી જેથી મહિલા સહીત ચારેય આરોપીની હાલમાં વાંકાનેર પોલીસે ધરપકડ કરેલી છે.

Trending news