આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, એક વર્ષમાં કર્યો પૈસાનો વરસાદ
હેરિટેજ ફૂડ્સ લિમિટેડના ફંડામેન્ટલ્સ વિશે વાત કરીએ તો મંગળવારે તેનું માર્કેટ કેપ રૂ. 4,505 કરોડ છે. જ્યારે સ્ટોક PE 25.8 છે. જ્યારે, સ્ટોકનો આરઓસીઇ 16.2 ટકા છે. ROE વિશે વાત કરીએ તો તે 13.3 ટકા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્ષ 2024 ભારતીય શેરબજાર માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું, પરંતુ કેટલાક ખાસ શેરો માટે આ વર્ષ ખરેખર સારું રહ્યું. આ શેરોએ આ વર્ષે સારૂ પ્રદર્શન કર્યું. આમાંથી એક શેર દેશના એક રાજ્યના મુખ્યમંત્રીની કંપનીનો છે. આ શેરનું નામ હેરિટેજ ફૂડ્સ લિમિટેડ છે. આ શેરે તેના રોકાણકારોને એક વર્ષમાં 50 ટકાથી વધુ વળતર આપ્યું છે.
કોણ છે Heritage Foods Ltd ના માલિક
Heritage Foods Ltd ના ફાઉન્ડર છે એન ચંદ્રબાબુ નાયડુ. જો કે હાલમાં કંપનીની સમગ્ર જવાબદારી ભુવનેશ્વરી નારાની છે. ચંદ્રબાબુ નાયડુના પત્ની ભુવનેશ્વરી પણ નારા કંપનીના સહ-સ્થાપક, વાઇસ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રબાબુ નાયડુ હાલમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી છે. આ સાથે તેઓ દેશના સૌથી અમીર મુખ્યમંત્રી પણ છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટ અનુસાર, ચંદ્રબાબુ નાયડુની કુલ સંપત્તિ 931 કરોડ રૂપિયા છે.
સ્ટોકે કર્યાં માલામાલ
Heritage Foods Ltd ના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. આ શેરે એક વર્ષમાં 50 ટકાથી વધુ વળતર આપ્યું છે. જો આપણે એક વર્ષના વળતરની વાત કરીએ તો તે 59 ટકાથી વધુ છે. જ્યારે 5 વર્ષનું વળતર 161 ટકાથી વધુ છે. મંગળવારે એટલે કે 31 ડિસેમ્બર 2024ના રોજ પણ તેના શેરમાં વધારો જોવા મળ્યો હતો. હેરિટેજ ફૂડ્સ લિમિટેડનો શેર મંગળવારે 0.30 ટકાના વધારા સાથે રૂ. 484.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ચૂંટણી બાદ સ્ટોક રોકેટ બની ગયો
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને આવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ અને તેમની પાર્ટીને આ ચૂંટણીમાં સારી બેઠકો મળી હતી. આ ઉપરાંત રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીને પણ સારી સંખ્યામાં બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી બન્યા બાદ કંપનીના શેરો રોકેટ બની ગયા હતા. તેને આ રીતે જુઓ, 23 મેના રોજ કંપનીના શેરની કિંમત 354.50 રૂપિયા હતી. આ પછી, લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા અને સ્ટોક ચાલવા લાગ્યો, જે 10 જૂને બંધ થઈ ગયો. જ્યારે 23 મેના રોજ શેર રૂ. 354.50 પર હતો, જે 10 જૂન સુધીમાં રૂ. 695 પર પહોંચી ગયો હતો.
Heritage Foods Ltd ના ફન્ડામેન્ટલ
હેરિટેજ ફૂડ્સ લિમિટેડના ફંડામેન્ટલ્સ વિશે વાત કરીએ તો મંગળવારે તેનું માર્કેટ કેપ રૂ. 4,505 કરોડ છે. જ્યારે સ્ટોક PE 25.8 છે. જ્યારે, સ્ટોકનો આરઓસીઇ 16.2 ટકા છે. ROE વિશે વાત કરીએ તો તે 13.3 ટકા છે. શેરની બુક વેલ્યુ 96.1 રૂપિયા છે. હેરિટેજ ફૂડ્સ લિમિટેડના ઓલ ટાઈમ હાઈ વિશે વાત કરીએ તો, તે રૂ. 728 છે અને ઓલ ટાઈમ લો રૂ. 288 છે. શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે