સુરતમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 93 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને જોતા ગૃહમંત્રાલયે પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબની યાત્રા પર રોક લગાવી છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન 16 માર્ચ 2020થી આગામી નિર્દેશ મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. તો આજે પ્રધાનમંત્રી મોદી સાર્ક દેશો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરશે. તો સુરતમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. બંને દર્દી ચીન અને થાઈલેન્ડથી આવ્યા હતા. બંનેને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રખાયા છે અને બંને દર્દીના મેડિકલ રિપોર્ટ લેબમાં મોકલાયા છે.