વડોદરા રેપ કેસમાં આજે રિમાન્ડ પુરા, આરોપીઓએ કર્યા મોટા ખુલાસા
વડોદરાના નવલખીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ (Vadodara Rape) ના મામલામાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. જેમાં ગત વર્ષે 2018માં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ત્યારે આ સાથે જ વડોદરા પોલીસની સૌથી મોટી નિષ્ફળતા પણ સામે આવી છે કે, ગત વર્ષે નવલખી કમ્પાઉન્ડ (Navlakhi compound)માં જ એક યુવતી સાથે આવી જ ઘટના બની હતી.