દેશના એકમાત્ર મતદાન મથકના મતદાર ભરતદાસ બાપુનું નિધન
ગુજરાતમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે એક વ્યક્તિ જરૂર ચર્ચામાં આવતા હોય છે. જી, હાં, આપણે વાત કરી રહ્યાં છીએ ગીરના જંગલમાં આવેલા બાણેશ્વર મંદિરના મહંતની. તેણો આ વિસ્તારના એકમાત્ર મતદાતા હતા. તેમના માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરતું હતું. આ બુથ પર દર વખતે 100 ટકા મતદાન થતું હતું. આ મહંત ચૂંટણીમાં મતદાન કરવા માટે પણ લોકોને પ્રેરિત કરતા હતા.