વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક

હજારો વિદ્યાર્થીઓ કે જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ (#saveGujratstudents) દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે.

Trending news