ભરૂચમાં આખલાઓનો આતંક, જુઓ વીડિયો

ભરૂચમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે.શહેરના સ્ટેશન રોડ પર માર્ગ વચ્ચે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ હતી. રવિવારે રાત્રે અચાનક જ બે આખલા માર્ગની વચ્ચે સામસામે આવી ગયા હતાં. જેને પગલે ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જાહેર માર્ગમાં જ આખલા બાખડી પડતાં ત્યાં પાર્ક કરેલા વાહનો અને આસપાસમાં ઉભેલા લારીવાળા લોકોને નુકસાન પહોંચ્યું હતું. જોકે મહમહેનતે આખલાને છુટા પાડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Trending news