આમોદ : કેનાલના ભંગાણે ખેડૂતોની મહેનત પર ફેરવી દીધું પાણી

આમોદ તાલુકા નહેર નિગમની સિંચાઈ યોજના મારફતે ખેડૂતો ને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તાલુકામાંથી પસાર થતી કેનાલનાં નિર્માણ, સમારકામ અને સાફસફાઈ માટે લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં કેનાલમાં ભંગાણ સર્જાતા લાખ્ખો લીટર પાણી વેડફાટ સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો નો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે.

Trending news