દમણમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી

દમણ શહેર ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટેના નામાંકનની બેઠકમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી થઈ હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલા દમણ સાંસદ અને અન્ય આગેવાનોએ બન્ને કાર્યકરોને સમજાવતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે દમણ ભાજપમાં ચાલતો જૂથ વિવાદ સામે આવ્યો હતો.

Trending news