ઝી 24 કલાકના મહાસન્માનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાત અને અન્ય રાજ્યના લોકોમાં મુખ્ય અંતર શાંત સ્વભાવ, મૃદુ અને સાહસિક સ્વભાવ, ઉદ્યમશીલતા વણેલી છે. સદીઓ પહેલાથી આપણાં બાબ-દાદાઓ આફ્રિકાથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં ગયા હતા. ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે.