હર્ષવર્ધને કોરોના વાયરસ પર રાજ્યસભામાં આપ્યું નિવેદન

ચીનના વુહાન શહેરથી ફેલાવવાનું શરૂ થયું કોરોના વાયરસ અત્યાર સુધી ઘણા દેશોને પોતાની જાળમાં લઇ ચૂક્યો છે. ભારતમાં તેના ત્રણ કેસ પોઝિટિવ મળી આવ્યા. ત્રણેય દર્દીઓ અત્યારે સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરૂવારે રાજ્યસભામાં તેનાપર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત સરકાર આ વાયરસથી સાવધાની પર નજર રાખી રહી છે. બચાવ સંબંધી તમામ ઉપાય અપનાવવામાં આવી રહ્યા છે.

Trending news