EDITOR'S POINT: ભારત અમેરિકાની દોસ્તીની તાકાત

નાગરિકતા કાયદો ભારતનો આંતરિક મામલો છે. CAA મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. પીએમ મોદી ઈસ્લામ અને ઈસાઈ ધર્મ માટે પણ કામ કરી રહ્યા છે. ભારતે 370ની કલમ સમજી-વિચારીને હટાવી છે. ભારત આવનારા સમયમાં ખૂબ જ સશક્ત બનવા જઈ રહ્યું છે. આર્થિક રીતે પણ ભારત મજબૂત બનવા જઈ રહ્યું છે. આ શબ્દો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપના. ટ્રંપનો જવાબ નાગરિકતા કાયદા પર કાગારોળ મચાવતી ટોળકી માટે છે. કલમ 370નો વિરોધ કરતા ભાગલાવાદીઓને પણ જવાબ મળી ગયો છે. અને સૌથી મોટી વાત આતંકવાદ સામે ભારત-અમેરિકા ક્યારેય નહીં ઝૂકે. ભારત-અમેરિકાએ માનવતાના દુશ્મનો સામે લડવાનો સંકલ્પ પહેલા દિવસે અમદાવાદમાં લીધો અને બીજા દિવસે દિલ્લીમાં પણ લીધો. ટ્રંપના ભારત પ્રવાસનો બીજો દિવસ કેવો રહ્યો? જોઈશું આ જ મુદ્દે આજનું એડિટર્સ પોઈન્ટ.

Trending news