વલસાડમાંથી બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, અલગ-અલગ શહેરમાં ગુનાને આપતો અંજામ
વલસાડ પોલીસે એક બાઈક ચોરની ધરપકડ કરી છે. આ બાઈક ચોર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી ચોરી કરી ચૂક્યો છે. અન્ય શહેરમાં ચોરી કરયાં બાદ ભીંસ વધી જતા વલસાદ ચોરી કરવા પહોંચ્યો હતો.
Trending Photos
ઉમેશ પટેલ, વલસાડઃ તમારી બાઈકને બરાબર લોક તો મારો છોને...કારણ કે વલસાડ પોલીસે એક રીઢા બાઈક ચોરની ધરપકડ કરી છે...આ ચોરે પહેલા તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટમાં બાઈકની ચોરીઓ કરી...જો કે બંને શહેરોમાં ભીંસ વધી જતા તે વલસાડમાં બાઈકની ચોરી કરવા આવી પહોંચ્યો...જોકે વલસાડ પોલીસની બાજ નજરથી આરોપીને દબોચી લેવાયો છે...કોણ છે આ બાઈક ચોર?...તે કેવી રીતે આપતો હતો ચોરીને અંજામ?..જોઈએ આ રિપોર્ટમાં...
મહેનતના રૂપિયાથી ખરીદેલી બાઈકની ચોરી થઈ જાય તો સામાન્ય માણસની મુશ્કેલી વધી જાય છે...કેમ કે આજકાલ સામાન્ય બાઈક પણ લાખોમાં વેચાઈ રહી છે...તેવામાં સતત વધી રહેલી બાઈકની ચોરીની ઘટનાએ પોલીસની નાકમાં દમ કરી નાખ્યો છે...વલસાડ જિલ્લાની વાત કરીએ તો પોલીસે એક રીઢા બાઈક ચોરની ધરપકડ કરી છે...દેખાવે આ ચોર સામાન્ય માણસ જ લાગશે પરંતુ આ શખ્સ લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે...આ ચોર કોણ છે, તે કેવી રીતે ઝડપાયો જોઈએ...
મૂળ સુરેન્દ્રનગરનો સિરાજ કાપડિયા છે શાતીર બાઈક ચોર
મન મોજી સ્વભાવના ચોરની છે 'હમ નહીં સુધરેંગે' જેવી છાપ
સિરાજ ગણતરીની મિનિટોમાં બાઈકની ચોરી કરી ફરાર થઈ જતો
અનેકવાર બાઈક ચોરીના ગુનામાં ઝડપાયો છે બાઈક ચોર
આરોપીએ સુરેન્દ્રનગર અને રાજકોટમાં કરી છે બાઈકોની ચોરી
બંને જિલ્લામાં પોલીસની ભીંસ વધતા આરોપી વલસાડ આવી ગયો
જો કે એક દિવસ વલસાડ હાઈવે પર વાહનોની સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું...પોલીસને બાતમી મળી હતી કે બાઈક ચોર ત્યાંથી પસાર થશે...જેને પગલે પોલીસે ચોરીની બાઈકમાં જઈ રહેલા સિરાજ કાપડિયાને રોક્યો અને તેની પાસે બાઈકના દસ્તાવેજો માગ્યા...સિરાજ પાસે કોઈ જરૂરી કાગળ ન હોવાથી પોલીસે તેને ઝડપી લીધો...રીઢો બાઈક ચોર ઝડપાઈ જતા વલસાડ પોલીસને જાણે બગાસું ખાતા પતાસુ મળી ગયું...
પોલીસે ઝડપેલા આ બાઈક ચોર પાસેથી ચોરી કરેલી 6 બાઈક મળી આવી છે...સાથે જ તેના પાસેથી 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે...પોલીસ તપાસમાં સામે આવ્યું કે સિરાજ કાપડિયાએ રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રોલ, વાંકાનેરમાં અનેક ગુનાને અંજામ આપ્યો છે...સુરેન્દ્રનગર પોલીસના ચોપડે સિરાજનું નામ હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલું છે...રાજકોટ અને સુરેન્દ્રનગરમાં માથાનો દુખાવો બનેલા સિરાજ કાપડિયા વિરુદ્ધ 23થી વધુ બાઈકની ચોરીના ગુનાઓ નોંધાયેલા છે...સૌરાષ્ટ્ર પોલીસની ભીંસ વધતા સિરાજ વલસાડ તરફ આવી ગયો અને અહીં બાઈકની ચોરી કરવાનું શરૂ કર્યું..
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યારે પણ સિરાજ પોલીસના હાથે ઝડપાઈ જતો, ત્યારે તે થોડો ટાઈમ શાંત થઈ જતો હતો...અને વળી પાછો વિસ્તાર બદલીને ચોરીને અંજામ આપતો હતો...જો કે તે ઝડપાઈ જતા બાઈક ચોરીની ઘટનાઓને રોકવામાં પોલીસને સફળતા મળી છે...હાલ તો પોલીસે સિરાજને જેલ હવાલે કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે...રિમાન્ડમાં હજુ કેટલા ગુના નોંધાશે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે