સુરતમાં ફરી ગેંગવોર: 5 લોકોએ માર્યા યુવકને ચપ્પા અને તલવારના ઘા

સુરતના વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી ગેંગવોર જોવા મળ્યો છે. સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જાહેરમાં તલવાર અને ચપ્પાવાળી થઇ હતી. 5 જેટલા યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના ઘા ઝીંક્યા હતા. હુમલાની સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થઈ હતી. સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈ હુમલો થયો હતો. આ ઘટનામાં 3 યુવાનો ઘાયલ થયા છે. જીગ્નેશ મેવાડા નામના યુવકની પોલીસ શોધખોળ કરી રહી છે.

Trending news