ગ્લોબલ પોટેટો કોન્ક્લેવ: જાણો કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર શું કહ્યું
ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય ગ્લોબલ પોટેટો કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક બેટેકા સંમેલનમાં દેશના વડાપ્રધાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. 28 થી 31 સુધી આ કોન્ક્લોવ ચાલશે. જેમાં, ખેડૂતો, વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો બટાકાની જાણકારી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતના તમામ ઘરોમાં ગુજરાતના બટાકાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં બટાકાના ઉત્પાદનમાં 150 ટકાનો વધારો વધારો થશે. ગુજરાત દેશમાં બટાટાના મોટા કેન્દ્ર તરીકે ઉભર્યું છે.