રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 2 ઉમેવારોની જીત નિશ્ચિત, પણ ત્રીજા ઉમેદવાર માટે ખૂટશે મત
ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભાજપ હોળી બાદ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. 13 માર્ચ રાજ્યસભાની બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી 10 માર્ચના ભાજપ ઉમેદવારો જાહેર કરી શકે છે. ચૂંટણી 26 માર્ચે યોજાવા જઈ રહી છે. જેમાં ભાજપના 2 ઉમેવારોની જીત નિશ્ચિત છે. જ્યારે ત્રીજા ઉમેદવારોની જીત માટે સાત મતો ખૂટી રહ્યા છે. ગુજરાતના 4 સાંસદો લાલસિંહ વડોદિયા, શંભુપ્રસાદ ટુંડીયા, ચુનિભાઈ ગોહિલ અને મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂર્ણ થઈ રહી છે.હાલ ભાજપ પાસે 3 બેઠક અને એક કોંગ્રેસ પાસે છે. જો કે વિધાનસભાનું સંખ્યબળ જોતા કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઇ શકે છે.