કચ્છની 'કોયલ' ગીતા રબારીએ લીધી PM મોદીની મુલાકાત, જુઓ ખાસ વાતચીત

લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત "રોણા શહેરમાં રે......." ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. આ ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે. 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું. હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને 25 કરોડથી પણ વધુ વ્યૂઝ મળેલા છે. આ ગીતા રબારીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

Trending news