એલર્ટને પગલે રાજ્યમાં કરાયા આ આદેશ...

વાયુસેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે. ગુજરાત જ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. રાજ્ય બહારથી આવતા વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. જેમાં શામળાજી-રતનપુર બોર્ડર પર પણ પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તો બીજી તરફ, કચ્છ સરહદ પણ હાઈ એલર્ટ પર મૂકાઈ છે. સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેનાને ખડેપગે કરાઈ છે. આ માટે ટેન્કનો કાફલો પણ સરહદ પર પહોંચી ગયો છે. કચ્છમાં સૈન્યની મુવમેન્ટ વધી ગઈ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આરોગ્ય ખાતા પર પણ દવાઓનો પૂરતો જથ્થો રાખવાની અને હેલ્થ ઓફિસરોને રજા પર ન ઉતરવાની સૂચના તકેદારીના ભાગ રૂપે આપી દેવાઈ છે.

Trending news