ચંદ્ર પર વાગશે ભારતનો ડંકો, ચંદ્રયાન 2 થયું સફળતાપૂર્વક લોન્ચ
ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.