8 કલાક સુધી ચાલેલા દિલધડક ઓપરેશન મહાલક્ષ્મી...

મુંબઇમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એનડીઆરએફના ડીઝી એસએન પ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ દરમિયાન મહિલાઓ અને બાળકોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 મહિલાઓ ગર્ભવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને અંતે પુરુષ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ આશરે 8 કલાક સુધી ચાલ્યુ હતું. જેમાં 900 કરતા પણ વધુ મુસાફરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

Trending news