પ્રાંતિજમાં પણ નિકળે છે પલ્લી, ભક્તોની ભીડ ઉમટી
ગાંધીનગર ના રૂપાલના વરદાયીની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનુ માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે ભક્તો અહી પલ્લી ના દર્શન કરવા માટે ભીડ જમાવે છે અને પલ્લીના દર્શન નો લાભ લે છે ભક્તો અહી ઘી ચઢાવે છે અને ઘી થી તરબોળ આ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવા માં આવે છે પૌરાણીક ઇતીહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિવર્ષ પલ્લી નિકળે છે. ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યા એ પલ્લી નિકળતી હોય છે.