દાહોદમાં પટાવાળો 4 હજારની લાંચ લેતા ઝડપાયો

દાહોદમાં એસીબીએ સીટીસર્વે ઓફીસમાં પટાવાળાને 4300ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. દાહોદ સિટીસર્વે ઓફીસમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કૈલાશ નીનામા 4300 રૂપિયાની લાંચ લેતા ઓફીસમાં જ ઝડપાયો હતો. હિસ્સા માપણીમાં અરજદારની અરજી લેવા પેટે 5000 હજારની લાંચ માંગી હતી. જોકે 700 રૂપિયા પહેલા લીધા બાદ આજરોજ અન્ય લાંચની 4300 રૂપિયાની રકમ લેતા ઝડપાયો હતો. એસીબીના સપાટાથી લાચિયા અધકારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

Trending news