વાસી ઉત્તરાયણના દિવસે સુરતમાં પવન ઓછો હોવાથી પતંગરસિકોમાં થોડી નિરાશા

સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતીલાલાઓ પણ વાસી ઉત્તરાયણ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. સવારથીજ ધાબા પર ચઢીને પતંગરસીકો આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જેમાં મોટેરાઓ સહિત નાના બાળકો આજે ભારે ઉત્સાહથી આ પતંગ ઉડાવી રહ્યા છે.

Trending news