રાજકોટમાં ટિકટોક માટે કાર સળગાવી, વીડિયો થયો વાયરલ

રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.

Trending news