સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે સારા સમાચાર, જાણો એક ક્લિકમાં

દિવાળી વખતે 28 ઓક્ટોબરે સોમવાર આવતો હોવા છતાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે. સામન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહે છે પણ દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે 28 તારીખે સોમવાર હોવા છતાં ખુલ્લું રખાશે. બાકીના દિવસોમાં સોમવારે રાબેતા મુજબ બંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઇઓ આઈ.કે. પટેલે સત્તાવાર જણાવ્યું છે કે, આ વ્યવસ્થાના ભાગ રૂપે 31 ઓકટોબર 19 ગુરુવારએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બન્ધ રહેશે.

Trending news