આણંદના ઉમરેઠમાં PHCના કર્મચારીએ કર્યો આપઘાતનો પ્રયાસ
આણંદ જિલ્લાની ઉમરેઠ PHCમાં 2015થી સર્વિસ કરતા પ્રેમલ દવે નામના કર્મચારીએ દવા ઘટઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જીલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની કચેરીમાં દવા પી લેતા ચકચાર મચી ગઇ હતી. કોન્ટ્રાક્ટ રીન્યુના મામલે કંટાળી જઈ પ્રેમલ દવેએ પગલું ભર્યુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કર્મચારીને સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડાયો હતો.