આ મહિલાએ સ્લમ વિસ્તારને બનાવ્યું શબરીધામ, ઝૂપડપટ્ટીમાં પણ ગુંજે છે સંસ્કૃતના શ્લોક
આ સૂર ગૂંજ્યો છે સુરત શહેરના ન્યુ સીટી લાઈટ ખાતે આવેલા સ્લમ વિસ્તારમાં... જ્યાં રોજ સાંજે હનુમાન ચાલીસા અને શાસ્ત્રોના શ્લોકોનો આવાજ દૂર સુધી સંભળાય છે અને આ અવાજ નાના નાના બાળકોનો હોય છે. ભક્તિમય વાતાવરણના કારણે આસપાસના લોકો પણ અહીં જોવા માટે આવી જાય છે. બાળકોમાં સનાતન સંસ્કૃતિ અંગે જાણકારી મળી રહે આ માટે 55 વર્ષીય હોમ મેકર મંજુ મિત્તલ દ્વારા આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.