વડોદરામાં ડેન્ગ્યુથી 3 દિવસમાં 5ના મોત, સયાજી હોસ્પિટલના બેડ ખૂટી પડ્યા
વડોદરામાં ડેંગ્યૂથી વધુ એકનું મોત નિપજ્યું છે. કારેલીબાગમાં રહેતા 33 વર્ષના દીપેશ શાહનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. સાઉદી અરેબિયામાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. દિવાળી નિમિત્તે વેકેશન મનાવવા દીપેશ પોતાના ઘરે આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડેન્ગ્યુથી ત્રણ દિવસમાં 5 ના મોત થતાં હાહાકાર મચાવ્યો છે.