પૂરનું પાણી પરેશાની લાવ્યું તાણી... કેટલાં ગામ પૂરના પાણીથી પરેશાન? જુઓ 'ગામડું જાગે છે'
રાજ્યમાં મોટા ભાગના તમામ જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. અમદાવાદના ધોલેરામાં પણ વરસાદે ભલે વિરામ લીધો હોય પણ છેલ્લા 15 દિવસથી આવેલા વરસાદ બાદ પરિસ્થિતિ હજુ થાળે પડી નથી. ધોલેરાના અનેક ગામડાઓ હાલ બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં તો પાણી ભરાઈ ગયા જે ધીમે ધીમે ઓસરી રહ્યાં છે પણ સૌથી ખરાબ હાલત ખેડૂતોની છે.