કોંગો: જાતીય હિંસાની આગમાં 49 લોકો હોમાયા

કોંગોમાં શરૂ થયેલી જાતીય હિંસામાં લગભગ 49 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ગુરુવારે રાતે કોંગોના અશાંત ઈતુરી પ્રાંતમાં શરૂ થયેલી જાતીય હિંસામાં ઓછામાં ઓછા 49 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હોવાના અહેવાલ છે. હિં

કોંગો: જાતીય હિંસાની આગમાં 49 લોકો હોમાયા

બુનિયા: કોંગોમાં શરૂ થયેલી જાતીય હિંસામાં લગભગ 49 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ગુરુવારે રાતે કોંગોના અશાંત ઈતુરી પ્રાંતમાં શરૂ થયેલી જાતીય હિંસામાં ઓછામાં ઓછા 49 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હોવાના અહેવાલ છે. હિંસામાં હજુ વધુ લોકોના માર્યા ગયા હોવાની પણ આશંકા છે અને આ માટે વિસ્તારમાં મૃતદેહોની તલાશ જારી છે. મળતી માહિતી મુજબ ગત મહિને ફેબ્રુઆરીમાં પણ કોંગોમાં જાતીય હિંસાની આગ ભડકી હતી. જેમાં અનેક  લોકોના મોત થયા હતાં. હિંસા બાદથી કોંગોના હાલાત બગડી ગયા છે.

હેમા અને લેંડૂ સમુદાયો વચ્ચે હિંસા
જાતીય હિંસાનું કારણ હેમા અને લેંડૂ સમુદાયો વચ્ચે અશાંતિ ગણાવવામાં આવી રહ્યું છે. સરકારે જણાવ્યું કે હેમા અને લેંડૂ સમુદાયો વચ્ચે અશાંતિના કારણે આ હિંસા ભડકી છે. આંતરરાષ્ટ્રીય કેથોલિક ચેરિટી કેરિતાસના એલ્ફ્રેડ ન્ડ્રુબુ બુઝુએ જણાવ્યું કે અમે 49 મૃતદેહોની ગણતરી કરી છે અને અન્ય મૃતદેહોની હજુ તલાશ કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું કે શુક્રવારે સવારે એક બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના માથામાં તીર વાગ્યું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગૃહમંત્રી હેનરી મોવાએ પહેલા મૃતકોની સંખ્યા 33 ગણાવી હતી પરંતુ હવે તે વધીને 49 થઈ ગઈ છે.

ફેબ્રુઆરીમાં પણ ભડકી હતી જાતીય હિંસાની આગ
કોંગોના ઈટુરી પ્રાંતમાં ગત મહીને ફેબ્રુઆરીમાં પણ હિંસા થઈ હતી અને તેમા અનેક લોકોના મોત થયા હતાં. તે સમયે હેમા જાતિના ઓછામાં ઓછા 23 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી અને તેમના હરીફ જાતિના 12 જેટલા સભ્યોના મોત થયા હતાં. જો કે હેમા જાતિના જ એક સભ્યે આ જાણકારી આપી હતી કે તેમની જાતિના મૃતકોની સંખ્યાની હજુ પુષ્ટિ થઈ નથી. અધિકૃત સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે હરીફ જાતિના લગભગ 12 સભ્યો માર્યા ગયા હતાં.

પાડોશી રાજ્ય છે જાતીય હિંસાનું કારણ
એક અખબારના અહેવાલ મુજબ કોંગોના અનેક ભાગ જાતીય હિંસાની આગની ઝપેટમાં છે.  ફેબ્રુઆરીમાં ત્યાં એક અખબારે જાણકારી આપી હતી કે કોંગોમાં જાતીય હિંસાની જ્વાળાઓ વર્ષ 1990માં પાડોશી રાજ્ય રવાંડાથી અહીં આવી હતી. અને હજુ રવાંડાના ઉગ્રવાદી જૂથ કોંગોની સરહદની અંદર આવીને હુમલા અને લૂંટફાટ કરે છે.

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news