Baba Vanga Predictions: ભારતમાં ભૂખમરો અને તીડની આક્રમણ થશે! 2023માં બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓથી દુનિયામાં ફફડાટ
Earth's Orbit will Change: બાબા વેંગાએ આજથી 111 વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણીઓ કરી દીધી હતી, જેને લઈને દુનિયાભરના લોકોમાં ડરનો માહોલ બનેલો છે.
Trending Photos
Baba Venga Predictions for 2023: બુલ્ગારિયા (Bulgaria)માં જન્મેલા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી સાબિત થઈ ચૂકી છે અને તેમની અનેક ભવિષ્યવાણીઓની ચર્ચા ઘણી વખત વિશ્વકક્ષાએ પણ થતી રહે છે. બાબા વેંગાએ આજથી 111 વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણીઓ કરી દીધી હતી, જેને લઈને દુનિયાભરના લોકોમાં ડરનો માહોલ બનેલો છે. તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ વર્ષ 2022 માટે જે ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી અત્યાર સુધી 2 સાચી સાબિત થઈ ચૂકી છે, ત્યારબાદ હવે 2023ની ભવિષ્યવાણીઓની ચર્ચા થઈ રહી છે.
2023માં બદલાઈ જશે પૃથ્વીની કક્ષા
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ અનુસાર, વર્ષ 2023માં પૃથ્વીની કક્ષા બદલાઈ જશે, જેના ગંભીર પરિણામ આવી શકે છે. તેના સિવાય વર્ષ 2028માં એસ્ટ્રોનૉટ શુક્ર ગ્રહની યાત્રા કરશે. બાબા વેંગાની ભવિષ્યવાણીના પૂર્વાનુમાન પ્રમાણે, વર્ષ 2046માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની મદદથી લોકો 100થી વધારે વર્ષ સુધી જીવિત રહી શકશે.
આ વર્ષ ભારતમાં ભૂખમરા આવવાની ભવિષ્યવાણી
ધ સનની રિપોર્ટ અનુસાર, બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો આવશે અને તેના કારણે તીડનો પ્રકોપ વધી જશે, જે ભારત પર હુમલો કરશે. જેના કારણે પાકને ગંભીર નુકસાન થશે અને દુકાળ જેવી સ્થિતિ પૈદા થઈ શકે છે. તેના સિવાય ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ આવી શકે છે.
આ વર્ષે 2 ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે સાચી
બાબા વેંગાએ વર્ષ 2022 માટે કુલ 6 ભવિષ્યવાણી કરી હતી, જેમાં અત્યાર સુધી 2 સાચી સાબિત થઈ ચૂકી છે. બાબા વેંગાએ ઓસ્ટ્રેલિયા સિવાય અમુક એશિયાઈ દેશોમાં પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી અને ઓસ્ટ્રેલિયામાં પૂર જેવી સ્થિતિ આવી ચૂકી છે, જ્યારે પાકિસ્તાનમાં પૂરના કારણે 1 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તેના સિવાય તેમણે ઘણા શહેરોમાં પાણીની તંગીની ભવિષ્યવાણી કરી હતી અને પોટુર્ગલમાં પાણીન તંગી છે, જ્યારે ઈટલીમાં દુકાળ જોવા મળી રહ્યો છે.
શું હવે સાચી સાબિત થશે અન્ય 4 ભવિષ્યવાણીઓ
બાબા વેંગાએ સાઈબેરિયામાં એક નવો ઘાતક વાયરસ પૈદા થવાની ભવિષ્યવાણી કરી હતી. તેની સાથે જ બાબા વેંગાએ એલિયન હુમલા, તીડનું આક્રમણ અને વર્ચુઅલ રિએલટીમાં વૃદ્ધિની પણ ભવિષ્યવાણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે