દુનિયામાં સૌથી લાંબા છે આ ગામની મહિલાઓના વાળ! જાણવા જેવી છે વાળ વિશેની બીજી વાત

આજે વાત કરીશું ચીનના એક એવા ગામની જ્યાંની મહિલાઓના વાળ એટલા લાંબા છે કે, તેનું નામ ગિનિઝ બુકમાં નોંધાયું છે. આ ગામની પરંપરા એવી છે કે, મહિલાઓ જીવનમાં એક જ વાર વાળ કાપી શકે છે.

દુનિયામાં સૌથી લાંબા છે આ ગામની મહિલાઓના વાળ! જાણવા જેવી છે વાળ વિશેની બીજી વાત

નવી દિલ્હીઃ ચીનની મહિલાઓ તેમના વાળ માટે ખૂબ જ જાણીતી છે. રેશમ જેવા વાળ તેમની ઓળખ છે. ત્યારે આજે વાત કરીશું ચીનના એક પ્રાચીન ગામ હુઆંગ્લુઓની. જ્યાંની મહિલાઓના વાળ દોઢ થી બે મીટરથી પણ વધુ લાંબા છે. આ ગામને લોન્ગ હેર વિલેજના નામે પણ ઓળખવામાં આવે છે. આ માટે તેનું નામ ગિનિઝ બુક ઑફ રેકોર્ડમાં પણ નોંધાયેલુ છે. અહીના સ્થાનિક લોકોનું માનવું છે કે, મહિલાઓના વાળની લંબાઈ જેટલી હશે એટલો જ તેનો પરિવાર ભાગ્યશાળી રહેશે.

જીવનમાં એક જ વાર કાપી શકે વાળ-
આ ક્ષેત્રની એક ખાસ વિશેષતા છે કે અહીંની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર વાળ કાપી શકે છે. 18માં જન્મદિવસે અહીંની મહિલાઓ વાળ કપાવી શકે છે. જેનો અર્થ એ થાય છે કે, છોકરી હવે લગ્ન માટે તૈયાર થઈ ગઈ છે. આ ગામની મહિલાઓ જ્યારે લગ્ન માટે જીવનસાથીની શોધ કરતી હોય છે ત્યારે પોતાના વાળને ઢાંકીને રાખે છે. છોકરીના કપાયેલા વાળને તેના દાદી સંભાળીને રાખે છે. લગ્ન બાદ તે વરરાજાને ભેટ આપવામાં આવે છે. કુંવારી છોકરીઓ પોતાના વાળ સૌથી પહેલા પતિને જ બતાવે છે.

ગિનિઝ બુકમાં નોંધાયું છે નામ-
તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ ગામનું નામ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ છે. સૌથી લાંબા વાળ ધરાવતા ગામનો દરજ્જો આ ગામને મળ્યો છે. ચીનના આ ગામને લોન્ગ હેર વિલેજ પણ કહેવામાં આવે છે. આ ગામનું નામ હુઆંગ્લુઓ છે. જે જિનશા નદીના કિનારે આવેલું છે. અહીં રેડ યાઓ લોકો રહે છે અને આ મહિલાઓ તેમના લાંબા, ઘટાદાર અને કાળા વાળ માટે જાણીતી છે.

આ છે લાંબા વાળનું રહસ્ય-
અહીંની મહિલાઓના લાંબા વાળનું રહસ્ય છે ચોખાનું પાણી. જેને તેઓ શેમ્પુની જેમ યુઝ કરે છે. સાથે તેઓ ત્યાંની નદીના પાણીથી વાળ ધુએ છે.આ ગામમાં  દર વર્ષે 3 માર્ચે લોંગ હેર ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. જેમાં મહિલાઓ ગાઈને અને ડાન્સ કરીને પોતાના વાળનું પ્રદર્શન કરે છે. જેને જોવા માટે ટૂરિસ્ટો ખાસ આવે છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news