કોરોના વાયરસથી બચવા માટેનો અક્સીર ઉપાય, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ...
Trending Photos
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનાં 25 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 28 થઇ ચુકી છે. સમગ્ર વિશ્વમાં વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકાનાં સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) એ લોકોને સાવધાની રાખવા માટેની સલાહ આપી છે. જો કે સીડીસીએ સાવધાની રાખવા માટે પોતાના નાગરિકોને કેટલાક ખાસ દિશાનિર્દેશો પણ આપ્યા છે. આવો જાણીએ સીડીસી નિર્દેશાનુસાર કોરોના વાયરસથી બચવા માટે તમારે કઇ 10 વાતોનું ધ્યાન રાખવું પડશે.
1. લોકોને સલાહ આપવામાં આવી છે કે કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કોઇ પણ વસ્તુને હાથ લગાવ્યા બાદ આશરે 20 સેકન્ડ સુધી હાથોને સારી રીતે ધોવામાં આવે તે જરૂરી
2. કોરોના વાયરસથી પીડિત વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી બચવું જોઇએ. ખાસ કરીને તાવ, ઉધરસ, શરદી હોય તેવા વ્યક્તિથી 6 ફૂટનુ અંતર જાળવો
3. જો તમે કોરોના વાયરસના શિકાર હો તો ધ્યાન રાખો કે કોઇ વ્યક્તિની વધારે નજીક ન જશો. તેના વધતા ખતરાને અટકાવવામાં સરળતા રહેશે.
4. કોરોના વાયરસની શક્યતા લાગે તો શાળા, કોલેજ અથવા ઓફીસ જતા અટકો. ઘરમાં જ રહેવું અને ડોક્ટરની સલાહ અનુસાર ચાલો
5. પોતાનાં હાથથી આંખ, મોઢુ તથઆ નાક પર વારંવાર હાથ ન લગાવો. જો એવું કરવું પણ હોય તો પહેલા હાથને સાબુ અથવા સેનેટાઇઝરથી સારી રીતે સાફ કરો
6. વધારે ભીડભાડવાળા સ્થળો પર ન જાઓ, જે વસ્તુનો તમે વધારે ઉપયોગ કરતા હો તેવી વસ્તુની સફાઇનો પણ ખાસ ધ્યાન રાખો.
7. જો તમને તાવ, કફ અને શ્વાસ લેવામાં જેવી સમસ્યા છે અને તમે છેલ્લા 14 દિવસમાં વાયરસથી પીડિત કોઇ વ્યક્તિને મળ્યા હો તો તેને નજર અંદાજ ન કરો. તમારા ડોક્ટરની તુરંત જ મુલાકાત લો
8. મોઢું ઢાંક્યા વગર છીંકો નહી. શ્વાસ અથવા છીંક આવવા દરમિયાન તમારા મોઢાને ટિશ્યું પેપરથી કવર કરો અને તે ટિસ્યુને તુરંત જ કોઇ ડસ્ટબિનમાં ફેંકો
9. કાચુ, અડધુ પાકેલું માંસ ન ખાઓ, નોનવેજ ખાતા સમયે સફાઇનો ખાસ ખ્યાલ રાખો. હાઇજીનનો પણ ખાસ ખ્યાલ રાખો અને યોગ્ય રીતે પાકેલું માંસ જ ખાવાનો આગ્રહ રાખો.
10. જો કે લોકોનું વાયરસ અંગે ખુબ જ સતર્ક થઇ ચુક્યા છે પરંતુ તેમ છતા પણ તમારે ગમે તેટલું જરૂરી કામ ન હોય ભુલથી પણ ચીનન જવા માટે સરકાર દ્વારા ચેતવણી ઇશ્યું કરાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે