Japan: જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કેટલાક વિસ્તારમાં નુકસાનના સમાચાર
સમાચાર એજન્સી એપીએ જાપાન મોસમ વિજ્ઞાન એજન્સી (Japan Meteorological Agency) ના હવાલાથી જણાવ્યું કે, પૂર્વોત્તર જાપાનના કિનારા પર આવેલા ભૂકંપના આ મોટા આંચકાએ ફુકુશિમા, મિયાગી અને અન્ય ક્ષેત્રને ધ્રુજાવી દીધુ છે.
Trending Photos
ટોકિયોઃ જાપાનમાં ભૂકંપના મોટા આંચકા આવ્યા છે. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે જાપાનના પૂર્વી સમુદ્ર કિનારા પર આવેલા આ ભૂકંપની તીવ્રતા રેક્ટરના સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. હજુ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અમેરિકી જિઓલોજિકલ સર્વે (United States Geological Survey) એ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમાની પાસે 54 કિલોમીટરની ઉંડાઈમાં હતું. ધ્યાનમાં રહે કે 2011મા જાપાનમાં આવા મોટા ભૂકંપને કારણે સુનામી આવી હતી જેમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા હતા. લોકોને સમુદ્ર કિનારા પર ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
સમાચાર એજન્સી એપીએ જાપાન મોસમ વિજ્ઞાન એજન્સી (Japan Meteorological Agency) ના હવાલાથી જણાવ્યું કે, પૂર્વોત્તર જાપાનના કિનારા પર આવેલા ભૂકંપના આ મોટા આંચકાએ ફુકુશિમા, મિયાગી અને અન્ય ક્ષેત્રને ધ્રુજાવી દીધુ છે. જાપાનની સરકારી ચેનલ એનએચકે ટીવીએ કહ્યુ કે, ફુકુશિમા દાઈ-ઇચિ પરમાણુ સંયંત્રમાં આ ભૂકંપને કારણે કોઈ ખરાબી આવી નથી, તેની તપાસ કરવામાં આવી રહી છે.
I did not have the calm to record video during the shaking myself... just jumped out of bed to find a safer place away from my wall hanging and contemplated putting on shoes and a jacket.
Some really have their phones on them at all times. Glad he was safe. https://t.co/Xjv1NC689Y
— Kurumi Mori (@rumireports) February 13, 2021
ભૂકંપથી હાલમાં કોઈ જાનમાલના નુકસાનની સૂચના નથી. સરકારી ચેનલ એનએચકે ટીવીએ કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 60 કિલોમીટર ઉંડાણમાં હતું. ભૂકંપના ઝટકા ટોકિયો સહિત દક્ષિણ પશ્ચિમના ઘણા શહેરોમાં અનુભવાયા છે. ભૂકંપ તે ક્ષેત્રમાં આવ્યો જેમાં માર્ચ 2021મા સુનામીની ત્રાસદી આવી હતી. સરકારના પ્રવક્તા કાત્સુનોબુ કાટોએ સરકારી ટીવી ચેનલ એનએચકેએ જણાવ્યું કે, ભૂકંપ બાદ 950,000 ઘરોમાં વીજળી જતી રહી છે. બન્ને પરમાણુ યંત્ર ફુકુશિમા દાઈ-ની અને ઓનાગાવામાં કોઈ ગંભીર નુકસાનનો રિપોર્ટ નથી.
ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ પહેલા શુક્રવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં શુક્રવારે રાત્રે ભૂકંપના ઝટકા આવ્યા હતા. રાત્રે 10.31 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્ર તાજિકસ્તાનમાં જમીનથી આશરે 90 કિલોમીટર નીચે હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટરના સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. દિલ્હીની સાથે ગાઝિયાબાદ, નોઇડા અને પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે