પાકિસ્તાનમાં આ વર્ષે યોજાઈ શકે છે ચૂંટણી, શરીફ સરકારના મંત્રીએ આપ્યા સંકેત

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યુ કે, નવા સેના પ્રમુખની નિમણૂક પહેલા સામાન્ય ચૂંટણીની સંભાવનાને નકારી શકાય નહીં. તેવામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પાકિસ્તાનમાં આ વર્ષે જ ચૂંટણી યોજાઈ શકે છે. 

પાકિસ્તાનમાં આ વર્ષે યોજાઈ શકે છે ચૂંટણી, શરીફ સરકારના મંત્રીએ આપ્યા સંકેત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ શાહબાઝ શરીફે દેશની કમાન સંભાળી છે. પરંતુ આ વચ્ચે રક્ષામંત્રી ખ્વાજા આસિફે વહેલી ચૂંટણી કરાવવા તરફ ઇશારો કરતા કહ્યુ કે, નવા સેના પ્રમુખની નિમણૂક પહેલા ચૂંટણી કરાવવાની સંભાવનાને નકારી શકાય નહીં. પાકિસ્તાનના અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે રક્ષામંત્રીએ કહ્યું કે, તે સંભવ છે કે અમે નવા સેના પ્રમુખની  નિમણૂક પહેલા ચૂંટણી કરાવી લઈએ. તેમણે કહ્યું કે તે સમયે કાર્યવાહક સરકાર ચાલી ગઈ હોય અને નવી સરકાર નવેમ્બર પહેલાં સત્તામાં આવી જાય. 

પાકિસ્તાનમાં વર્તમાન સેના અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાઝવા છે જે 29 નવેમ્બર 2022 સુધી પદ પર રહેશે. બાજવા પોતાનો બીજો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. 2019માં ઇમરાન ખાન સરકારે બાજવાને સેવા વિસ્તાર આપ્યો હતો. હવે શાહબાઝ સરકારે કહ્યુ કે, તે સેના પ્રમુખની પહેલા જાહેરાત કરી ચુકયા છે અને તે ઈચ્છતા નથી કે તેમનો કાર્યકાળ વધારવામાં આવે. 

પાકિસ્તાનમાં 2018માં યોજાઈ હતી ચૂંટણી
પાકિસ્તાનમાં જુલાઈ 2018માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સૌથી મોટી પાર્ટી બની હતી. ત્યારબાદ ઇમરાન ખાન દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. પરંતુ પાછલા મહિને અવિશ્વાસ પ્રસ્તાવ બાદ તેમને હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા શાહબાઝ શરીફે દેશની કમાન સંભાળી છે. 

શું પાકિસ્તાનમાં વહેલી ચૂંટણી થશે
પાકિસ્તાનની વર્તમાન નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ જુલાઈ 2023માં સમાપ્ત થવાનો છે. પરંતુ ઇમરાન ખાનની સરકાર વહેલી ચૂંટણીની માંગ કરી રહી છે, બીજી તરફ નેશનલ એસેમ્બલીમાં શાહબાઝની સ્થિતિ પણ મજબૂત નથી. તેવામાં શાહબાઝ પીએમ પદે રહેતા ચૂંટણી કરાવવા ઈચ્છે છે. એટલે તેવી શક્યતા છે કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ચૂંટણી યોજાઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news