close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

imran khan

UNમાં આ વર્ષે ઈમરાનનું ભાષણ રહ્યું સૌથી લાંબુ, પરંતુ આ નેતાનો રેકોર્ડ તોડી શક્યા નહીં

સંયુક્ત રાષ્ટ્રમાં સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના નામે નોંધાયેલો છે. તેમણે વર્ષ 2009માં 9 કલાક કરતાં પણ વધુ સમય સુધી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું ભાષણ આપ્યું હતું. વર્ષ 2011માં આરબ ક્રાંતિના સમયમાં લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીની સત્તાનું પતન થયું હતું અને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 
 

Oct 18, 2019, 09:41 PM IST
 X Ray pakishtan imran khan jammu kashmir 370 PT24M40S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

હિંદી કહેવત છે ગરીબીમાં લોટ પણ ભીનો. આ કહેવત દુશ્મન દેશ પાકિસ્તાન માટે એકદમ સાચી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન આર્થિક બદહાલીમાંથી પસાર થઈ રહ્યુ છે. લોકોને ખાવાના ફાંફા છે ત્યારે નાપાક દેશના પ્રધાનમંત્રી તેના ઉપાય કરવાની જગ્યાએ વિદેશ પ્રવાસમાં ખોટો ખર્ચ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ઈમરાન ખાન દેશની ચિંતા કર્યા વિના સાઉદી અરબ પહોંચ્યા. પોતાના ઘરનું સંભાળી શકતા નથી અને ગામની ચિંતા કરવા નીકળ્યા છે મિયા ઈમરાન.

Oct 17, 2019, 10:05 PM IST

ઈમરાને લાખ પ્રયત્નો કર્યાં પરંતુ આ દેશે જરાય મચક ન આપી, કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન પીએમએ કાશ્મીર મુદ્દે સમર્થન બદલ ઈરાનનો આભાર વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી અને આ મુલાકાતમાં પણ તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.  ઈમરાન ખાને ફરી એકવાર મુસ્લિમ એક્તાની વાત કરી. તેમણે કહ્યું કે મુસ્લિમ ઉમ્માન સામે આંતરિક અને બહારના તમામ પડકારો સામે છે. મુસ્લિમ દેશો વચ્ચે એક્તા અને એકજૂથતાનો સંદેશ આપવો ખુબ જરૂરી છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી 80 લાખ મુસ્લિમો કરફ્યુના કારણે નજરકેદ છે. રાષ્ટ્રપતિ રૂહાનીએ કાશ્મીરમાં માનવાધિકારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હું કાશ્મીર મુદ્દે તેમના સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. 

Oct 14, 2019, 11:47 AM IST

પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવું કે નહીં તે આજે નક્કી થશે, FATFની બેઠકમાં લેવાશે નિર્ણય

પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન  ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે સૂચિમાં રાખવા માટે મતદાન થાય તેની સંભાવના વધુ છે. એફએટીએફ આતંકવાદને ફંડિંગ તથા મની લોન્ડરિંગ પર નિગરાણી કરતી વૈશ્વિક સંસ્થા છે. 

Oct 14, 2019, 08:56 AM IST

ચીને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, કહ્યું- ‘કાશ્મીર મુદ્દો ભારત-પાક એકબીજા વચ્ચે ઉકેલો’

કાશ્મીર પર પ્રોપેગન્ડાના એજન્ડાને લઇને બીજિંગ પહોંચ્યા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને ચીને જોરદાર મોટો ઝટકો આપ્યો છે. ચીને તેના સ્ટેન્ડ પરથી યૂ-ટર્ન મારતા કાશ્મીરને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણવ્યો છે

Oct 9, 2019, 12:11 PM IST

ઇમરાન ખાનને મોહમ્મદ કેફે આપ્યો જવાબ, કહ્યું- મહાન ક્રિકેટરથી કઠપુતળી બની ગયા

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફે ઇમરાન ખાનના યૂએનમાં આપેલા ભાષણની ખુબ આલોચના કરી છે. કેફે ઇમરાન ખાનનો ઉલ્લેખ કરતા લખ્યું કે, તે એક મહાન ક્રિકેટરથી પાક સેના અને આતંકવાદીઓની કઠપુતળી બની ગયો છે. 

Oct 7, 2019, 03:22 PM IST

જાહેરમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ઈમરાન ખાનના જુઠ્ઠાણા ગણાવ્યા

પાકિસ્તાન (Pakistan) ની નવાઝ શરીફ સરકારમાં વિદેશ મંત્રી રહેલા મોહંમદ આસિફે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) સરકારને જુઠ્ઠી સરકાર બતાવી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાની ભૂલ પર શરમ પણ નથી આવતી. એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા સમયે ખ્વાજાએ કહ્યું કે, ગત 12 મહિનામાં વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ખોટી ટ્વિટ કરી છે. સમુદ્રમાંથી તેલ કાઢવાનું હતું તેનું શું થયું. જ્યારે કે તેલની 12 ટકા જ શક્યતા હતા. હવે તો તેઓ ગણતરી પણ ભૂલી ચૂક્યા છે કે, પીએમએ કેટલી ખોટી ટ્વિટ કરી છે. ટ્વિટ કરીને ફરી ગયા છે. પોતાની ભૂલ પર તેઓને શરમ પણ નથી આવતી. 

Oct 6, 2019, 11:37 AM IST

ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં, જમાયત ઉલેમા-એ-ઈસ્લામે સરકાર વિરુદ્ધ કર્યું 'જંગ'નું એલાન

જમાયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ ફઝલુર રહેમાને પોતાની 'આઝાદી' માર્ચને સરકાર વિરુદ્ધ જંગ ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ સરકારનું પતન ન થાય ત્યાં સુધી તે સમાપ્ત થશે નહીં.

Oct 6, 2019, 10:16 AM IST

પાકિસ્તાનમાં એકવાર ફરીથી સૈનિક શાસનની તૈયારી, ઈમરાનના તખ્તાપલટની તારીખ 'નક્કી'

ઈમરાન  ખાન પોતાના દેશની સેના અને વિપક્ષનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે જેના કારણે ઈમરાન ખાનના તખ્તાપલટની તારીખ 'નક્કી' થઈ ગઈ છે. એક લાઈનમાં કહીએ તો ઈમરાન ખાનની વિદાય થવાની છે. કાં તો એમ કહીએ કે પાકિસ્તાનમાં એકવાર ફરીથી સૈનિક શાસનની તૈયારી થઈ ગઈ છે. કારણ કે પાકિસ્તાનના મોટા બિઝનેસ સાથે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બેઠક થતી નથી. બેઠક રાવલપિંડીમાં થાય છે જ્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું હેડક્વાર્ટર છે. આમ પણ પાકિસ્તાનની જેમ ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાન પણ નિષ્ફળ ગયા છે. 

Oct 6, 2019, 08:14 AM IST

'લાચાર' ઈમરાન ખાને PoKના લોકોને કહ્યું,- 'જો LoC પાર કરી તો ભારત...'

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓક્યુ છે.

Oct 5, 2019, 01:29 PM IST

ઈમરાનની થશે હકાલપટ્ટી!, PAK સેનાની 111 બ્રિગેડનો જ કેમ તખ્તાપલટમાં થયો છે ઉપયોગ?

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે. 

Oct 4, 2019, 11:40 AM IST

પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકાઃ જનરલ બાજવાએ રદ્દ કરી 111 બ્રિગેડની રજાઓ

નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં તખ્તાપલટ માટે હંમેશાં 111 બ્રિગેડનો જ ઉપયોગ કરાયો છે. સૂત્રો અનુસાર જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ એક ગુપ્ત બેઠક કરી છે. 
 

Oct 3, 2019, 07:19 PM IST

ઇમરાન પાસે શાંતિની આશા હતી, નફરતની નહીં: હરભજન સિંહ

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને મોહમ્મદ શમીએ ભારતને ધમકી આપવાના નિવેદનને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ટીકા કરી છે. ઇમરાને હાલમાં યૂએનજીસીમાં ભાષણ આપતા નફરતની ભાષા બોલી હતી. 
 

Oct 3, 2019, 03:20 PM IST

કાશ્મીર મુદ્દે PAK પીએમ ઈમરાન ખાનની US પ્રવાસમાં થઈ ખુબ ફજેતી, ગુસ્સો ઉતાર્યો આ મહિલા પર 

કાશ્મીર મામલે દુનિયાભરના નેતાઓએ ધુત્કાર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બરાબર ધૂંધવાયા છે. આંતરરાષ્ટ્રીય પટલ પર કોઈ પણ રીતે કૂટનીતિક સફળતા ન મળ્યા બાદ હવે તેઓ પોતાના ઓફિસરો પર કેર વર્તાવા માંડ્યા છે.

Oct 1, 2019, 07:42 AM IST

લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો

ઇમરાન ખાન બુશરા બીબીની પાસે આધ્યાત્મિક જ્ઞાન લેવા જતા હતા અને પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરી લીધા

Sep 29, 2019, 06:00 PM IST

ઉધારમાં મળેલા 'ખટારા' વિમાનમાં ઈમરાન USA પહોંચી તો ગયા, પરંતુ પાછા ફરતા થઈ ગઈ બેઈજ્જતી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સાઉદી અરબ દ્વારા અપાયેલા વિમાનમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ તેમણે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા સામાન્ય માણસની જેમ અમેરિકાથી પાકિસ્તાન પરત ફરવું પડ્યું.

Sep 29, 2019, 12:27 PM IST

સંઘે પાકિસ્તાની PM ઇમરાન ખાનને આપી શુભકામના, ભારત અને સંઘને એક કહેવા બદલ આભાર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સર કાર્યવાહક ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે, સંઘ માત્ર ભારતમાં જ છે, અમારી વિશ્વનાં કોઇ પણ હિસ્સામાં અન્ય શાખા નથી

Sep 28, 2019, 05:35 PM IST

જે શબ્દથી ઈમરાન ખાન ખુબ ચીડાય છે, ભારતે UNમાં PAK પીએમ માટે તે જ શબ્દ વાપર્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ઈમરાન ખાન (Imran Khan)એ ભારત વિરુદ્ધ બરાબર ઝેર ઓક્યા બાદ ભારતે પણ તેનો ટાંકણે જડબાતોડ જવાબ આપી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ ભારતનો પક્ષ રજુ કરતા પાકિસ્તાની વડાપ્રધાનને તેમના આખા નામ ઈમરાન ખાન નિયાઝી નામથી સંબોધન કર્યું.

Sep 28, 2019, 02:50 PM IST

અમેરિકાથી PAK પાછા ફરતી વખતે અધવચ્ચે ઈમરાનના પ્લેનમાં આવી ટેક્નિકલ ખામી, જાણો પછી શું થયું

ન્યૂ યોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રમાં ભાગ લીધા બાદ શુક્રવારે પાકિસ્તાન (Pakistan) પાછા ફરતી વખતે ઈમરાન ખાન જેવા પોતાના પ્લેનથી રવાના થયા કે અચાનક તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ.

Sep 28, 2019, 01:06 PM IST

PM મોદીની દમદાર સ્પીચથી દબાણમાં આવેલા ઈમરાન ખાને પોતાના ભાષણમાં માર્યો જબરદસ્ત મોટો લોચો

ન્યૂયોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના પહેલા સંબોધન દરમિયાન પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું.

Sep 28, 2019, 08:29 AM IST