દરેક વ્યક્તિના ખાતામાં 23000... મોટાપાયે ખરીદી કરો, સરકાર પાછા નહીં લે, જાણો ક્યાં થઈ આ જાહેરાત

થાઈલેન્ડની સરકાર ડિજિટલ વોલેટ સ્કીમ લાગૂ કરવા જઈ રહી છે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યક્તિને 10000 baht (લગભગ 23000 રૂપિયા) મળશે. તે આ પૈસાનો ઉપયોગ શોપિંગ માટે કરી શકે છે. સરકાર પૈસા પરત પણ લેશે નહીં. 

દરેક વ્યક્તિના ખાતામાં 23000... મોટાપાયે ખરીદી કરો, સરકાર પાછા નહીં લે, જાણો ક્યાં થઈ આ જાહેરાત

નવી દિલ્હીઃ વિચારો દરેક વ્યક્તિના ખાતામાં 23000 રૂપિયા આવી જાય અને તે પરત ન કરવા પડે તો કેટલી સારી વાત ગણાય. ઘણા પરિવારનું ભાગ્ય ચમકી જશે. એક સરકાર આવી યોજના લઈને આવી છે અને ઓગસ્ટમાં તેને લાગૂ કરવા જઈ રહી છે. તે માટે દરેક વ્યક્તિએ માત્ર 'ડિજિટલ કેશ હેન્ડઆઉટ્સ' માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેને ઓગસ્ટથી પૈસા મળવાનું શરૂ થઈ જશે. તેનો ઈરાદો લોોકને ખર્ચ કરવા માટે પૈસા આપવાનો છે, જેથી દેશની અર્થવ્યવસ્થા સુધારી શકાય. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પણ કંઈક આ રીતે લોકોને દર મહિને પૈસા આપવાનું વચન આપ્યું હતું. 

આ અનોખો પ્રયોગ થાઈલેન્ડમાં થવા જઈ રહ્યો છે. થાઈલેન્ડના પ્રધાનમંત્રી શ્રેથા થાવિસિને સોમવારે કહ્યું- અમે લોકો માટે ડિજિટલ વોલેટ સ્કીમ લાગૂ કરવા જઈ રહ્યાં છીએ. જે લોકો તે માટે રજીસ્ટ્રેશન કરાવશે તેને 10000 baht (લગભગ 23000 રૂપિયા) મળશે. તેને લોકોએ લોકલ પ્રોડક્ટ ખરીદવા પર ખર્ચ કરવા પડશે. પ્રથમ તબક્કામાં અમે 50 લાખ નાગરિકોને તેના દ્વારા પૈસા આપીશું. રજીસ્ટ્રેશન 1 ઓગસ્ટથી શરૂ થશે. 

ચૂંટણીમાં આપ્યું હતું વચન
શ્રેથા થાવિસિનની પાર્ટી ફૂ થાઈએ ચૂંટણી દરમિાન ડિજિટલ વોલેટ આપવાનું વચન આપ્યું હતું. સરકારને ખ્યાલ છે કે તેનાથી ખજાના પર આર્થિક ભારણ વધશે, પરંતુ તેનું માનવું છે કે તેનાથી જીડીપીમાં 1.2થી 1.6 ટકા સુધીનો વધારો થશે. થાઈલેન્ડના ડેપ્યુટી નાણા મંત્રીએ કહ્યું કે સ્કીમ પર લગભગ 450 અબજ વહતનો ખર્ચ આવશે. તે માટે બજેટની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. જે લોકો અને દુકાનદારોએ છેલ્લે આ સ્કીમનો લાભ લેવા માટે છેતરપિંડી કરી હતી, જેને આ યોજનાનો લાભ મળશે નહીં. 

ખર્ચ કરવા માટે રાખવામાં આવી આ શરતો
તેવું નથી કે આ પૈસા ઈચ્છો ત્યાં ખર્ચ કરો. તેને ખર્ચ કરવાની કેટલીક મર્યાદા હશે. બની શકે કે તેલ, કોઈ પ્રકારની સર્વિસ અને ઓનલાઈન શોપિંગ માટે તેનો ઉપયોગ ન કરી શકો. ડેપ્યુટી નાણામંત્રીએ કહ્યું, આગામી સપ્તાહે અમે તેનું લિસ્ટ જાહેર કરી દેશું. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે આ વોલેટ 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને મળશે. પરંતુ બાદમાં કહેવામાં આવ્યું કે જે ગરીબ છે, તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે. તેનો લાભ લેવા માટે  વાર્ષિક આવક 840,000 baht એટલે કે લગભગ 19.40 લાખથી ઓછી હોવી જોઈએ. થાઈલેન્ડની અર્થવ્યવસ્થા ડગમગી રહી છે. આ મહિને વિશ્વ બેન્કે અનુમાન લગાવ્યું હતું કે 2024માં થાઈલેન્ડની જીડીપી માત્ર 2.4 ટકાના દરે વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news