John Cina એ સોશલ મીડિયા પર કેમ શેયર કર્યો Virat Kohli નો Photo? કારણ જાણીને તમે કહેશો વાહ વિરાટ...

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ, તેમની કેપ્ટનશીપ અને તેમના અંદાજના કરોડો લોકો દિવાના છે. માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં આ ખેલાડીના ચાહકો છે. એક ચાહક તો પોતે પણ ઈન્ટરનેશનલ સેલિબ્રિટિ છે. નામ જાણીને તમે પણ ચોંકી જશો કે ઓહો...આ પણ વિરાટ કોહલીનો ફેન છે.!

John Cina એ સોશલ મીડિયા પર કેમ શેયર કર્યો Virat Kohli નો Photo? કારણ જાણીને તમે કહેશો વાહ વિરાટ...

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ, તેમની કેપ્ટનશીપ અને તેમના અંદાજના કરોડો લોકો દિવાના છે. માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં આ ખેલાડીના ચાહકો છે. એક ચાહક તો પોતે પણ ઈન્ટરનેશનલ સેલિબ્રિટિ છે. નામ જાણીને તમે પણ ચોંકી જશો કે ઓહો...આ પણ વિરાટ કોહલીનો ફેન છે. ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. ના માત્ર સામાન્ય લોકો પણ સેલેબ્રિટીઝ પર તેઓને આદર્શ માને છે. અને વિરાટ કોહલી પર પ્રેમ વરસાવવથી પોતાને રોકી નથી શક્તા

વિરાટ કોહલીના ફેન છે જૉન સીના:
અમેરિકન પ્રોફેશનલ રેસલર જોન સીના ભારતીય કપ્તાન વિરાટ કોહલીના જબરદસ્ત ફેન છે. આ વાતનો પૂરાવો તે વારંવાર આપતા રહે છે. 12 જૂન 2021ના રોજ wwe સુપરસ્ટારએ કોહલીની તસવીર શેર કરી અને કેપ્શનમાં કઈ જ ના લખ્યું.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by John Cena (@johncena)

વિરાટના ફેન્સ થયા કન્ફ્યૂઝ:
ભારતીય ક્રિકેટ ફેન્સ આ પોસ્ટને જોઈને કન્ફ્યૂઝ થઈ ગયા. તેઓને એ વાતની ખબર જ ના પડી કે જોન સીનાએ આવુ કેમ કર્યું. કેટલાક લોકોનું માનવું છે કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે વિરાટ કોહલીને તે સપોર્ટ કરે છે.

પહેલા પણ જોન સીનાએ આવું કર્યું હતું:
જોકે આવુ પહેલી વખત નથી થયું જ્યારે WWE સુપરસ્ટાર જોન સીનાએ આવી કોઈ પોસ્ટ કરી હોય. 7 જુલાઈ 2019ના રોજ તેઓએ વિરાટ કોહલીની તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગાવી હતી. ત્યાં પણ તેઓએ કોઈ કેપ્શન નહોતું મુક્યું.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by John Cena (@johncena)

વર્લ્ડ કપ 2019ની હતો ફોટો:
મહત્વનું છે કે વિરાટ કોહલીની ફોટો ઈંગલેન્ડમાં રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની હતી. જેમા રોહિત શર્મા, કુલદિપ યાદવ અને કોચ રવિ શાસ્ત્રી પણ જોવા મળ્યાં.
 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news