મર્સિડિઝ ખરીદી શકાય એટલી કિંમતમાં ખરીદ્યું બળદનું વીર્ય, હરાજી વધુ પૈસા ખર્ચવા તૈયાર હતા લોકો

નવાઈ પમાડે એવી વાત એ છે કે, આ બળદનું વીર્ય ખરીદનારે એવું પણ કહ્યું કે, તેઓ આ બળદના વીર્ય માટે વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર હતા. ઓસ્ટ્રેલિયાના પશુપાલક માર્ક અને પામ પ્રિચર્ડ તેમના પશુઓના ઝૂંડ માટે વીર્ય શોધી રહ્યા હતા. જે બાદ તેમણે આ બળદના વીર્યની 10 સ્ટ્રો ખરીદી. 

મર્સિડિઝ ખરીદી શકાય એટલી કિંમતમાં ખરીદ્યું બળદનું વીર્ય, હરાજી વધુ પૈસા ખર્ચવા તૈયાર હતા લોકો

હરાજીમાં એક બળદનું વીર્ય લાખોની કિંમતમાં વેચાયું છે. આશ્ચર્યજનક રીતે, તેના ખરીદદારોએ કહ્યું કે તેઓ બુલ વીર્ય માટે વધુ કિંમત ચૂકવવા માટે પણ તૈયાર છે. આખલાના વીર્યની લગભગ 20 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પશુપાલક માર્ક અને પામ પ્રિચર્ડ તેમના પશુઓના ઝૂંડ માટે વીર્ય શોધી રહ્યા હતા. જે બાદ તેમણે આ બળદના વીર્યની 10 સ્ટ્રો ખરીદી.

તાજેતરમાં એક બળદનું વીર્ય લાખોની કિંમતમાં વેચાયું છે. નવાઈ પમાડે એવી વાત એ છે કે, આ બળદનું વીર્ય ખરીદનારે એવું પણ કહ્યું કે, તેઓ આ બળદના વીર્ય માટે વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર હતા. ઓસ્ટ્રેલિયાના પશુપાલક માર્ક અને પામ પ્રિચર્ડ તેમના પશુઓના ઝૂંડ માટે વીર્ય શોધી રહ્યા હતા. જે બાદ તેમણે આ બળદના વીર્યની 10 સ્ટ્રો ખરીદી. 

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો:
 આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

આ આખલો 2017માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તે 2 કરોડ 68 લાખ રૂપિયાની ઐતિહાસિક કિંમતમાં વેચાયો હતો. આ આખલાને બ્રીડર કંપની એલરોસ બાર્હમાન સ્ટડ ચલાવતા રોજર અને લોરેના જેફરીઝે ખરીદ્યો હતો. આ બળદની કિંમતે જૂનો નેશનલ રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. આ બળદ ઓસ્ટ્રેલિયમાં તેની કિંમતના કારણે ખૂબ જ ચર્ચામાં છે.

એબીસી ન્યૂઝ સાથે વાત કરતા ખરીદનાર પામ પ્રિચાર્ડે કહ્યું કે તે ઘણા દિવસોથી આ બળદને જોઈ રહી હતી. હવે તેનું વીર્ય મેળવ્યા પછી આપણા પ્રાણીઓની જીનેટીક્સ સારી થઈ જશે. અમે સૌથી વધુ ખુશ છીએ કે અમે સીમેન ખરીદ્યા છે.

આ અનોખી હરાજી ક્વીન્સલેન્ડના ગ્રામીણ વિસ્તારમાં થઈ હતી. જ્યાં વીર્ય અને ભ્રૂણ ખરીદવા માટે પશુપાલકો વચ્ચે હરીફાઈ થઈ હતી. આ સમય દરમિયાન વીર્યને સ્ટ્રોમાં વેચવામાં આવતું હતું. આ સ્ટ્રો એક પ્રકારની નાની પ્લાસ્ટિકની બોટલ છે, જેમાં લિક્વિડ નાઈટ્રોજનની વચ્ચે થોડી માત્રામાં વીર્ય રાખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news