થાઇલેન્ડ: ગુફાથી 4 બાળકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા

થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં 23 જુનથી ફસાયેલા 13 કિશોરો અને તેમના ફુટબોલ કોચને બહાર કાઢવા માટે હવે ડાઇવર્સની મદદ લેવામાં આવી રહી છે. ડાઇવર્સની મહેનત રંગ લાવી રહી છે. મળતી માહિતી અનુસાર 4 બાળકો ગુફામાંથી સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા છે. હવે 8 બાળકો અને એક ગુફાની અંદર ફસાયેલા છે. ગુફામાંથી બહાર કઢાયેલા બાળકોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. 

થાઇલેન્ડ: ગુફાથી 4 બાળકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા

ચિરાંગાઇ : થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં 23 જુનથી ફસાયેલા 13 કિશોરો અને તેમના ફુટબોલ કોચને બહાર કાઢવા માટે હવે ડાઇવર્સની મદદ લેવામાં આવી રહી છે. ડાઇવર્સની મહેનત રંગ લાવી રહી છે. મળતી માહિતી અનુસાર આશરે 4 બાળકો ગુફામાંથી સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા છે. હવે 8 બાળકો અને એક કોચ ગુફાની અંદર ફસાયેલા છે. ગુફામાંથી બહાર કઢાયેલા બાળકોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

તમામ રેસક્યુ ઓપરેશન ફેલ થયા બાદ ઉતાવળે બાળકોને બહાર કાઢવા માટે 13 વિદેશી ડાઇવર્સ અને થાઇલેન્ડ નેવી સીલનાં 5 ડાઇવર્સને કામે લગાવાયા છે. જેમાં 10 ડાઇવર્સ પહેલા તબક્કાને પુર્ણ કરી રહ્યા છે. પ્લાન અનુસાર ડાઇવર્સ ગુફાની અંદર પહોંચે છે અને ત્યાંથી બે ડાઇવર્સની મદદથી એક બાળકને બહાર કાઢવામાં આવી રહ્યો છે. એટલે કે દરેક બાળક પાછળ બે ડાઇવર્સ કામ કરી રહ્યા છે. 

મળતી માહિતી અનુસાર ડાઇવર્સને ગુફાનો એક રાઉન્ડ પુરો કરવામાં આશરે 11 કલાકનો સમય લાગે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુફામાં ફસાયેલા તમામ બાળકો અને કોચને બહાર કાઢી લેવામાં આવશે. રેસક્યું ટીમના પ્રમુખ નારોંગસાક અસોતાનાર્કોને આશા વ્યક્ત કરી હતી. થાઇલેન્ડનાં ડાઇવર્સને આ મિશનનું નેૃત્વ સોંપાયું છે અને વિદેશી ડાઇવર્સ ઓક્સીજન ટેંક માટે હશે. રેસક્યુંમાં બચાવવા માટે 8 દેશોનાં નિષ્ણાંતો કામે લાગેલા છે. બચાવ દળમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યૂરોપ અને એશિયાનાં અન્ય હિસ્સામાંથી આવેલા ડાઇવર્સનો પણ સમાવેશ થાય છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, અમેરિકા થાઇ સરકાર સાથે મળીને તમામ બાળકોને સુરક્ષીત રીતે ગુફાથી બહાર કાઢવામાં મદદ કરી રહી છે. ટ્રમ્પે કહ્યું કે તમામ બહાદુર અને યોગ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news