Time Traveller નો દાવો : કહ્યું- વર્ષ 2023માં દુનિયા પર આવશે પાંચ મોટી આફત

આ વ્યક્તિએ  @ darknesstimetravel નામના પેજ પર આ વિચિત્ર દાવા કર્યાં છે. આ કથિત ટાઇમ ટ્રાવેલરના દાવામાં કેટલું સત્ય છે તે તો આવનારા સમય જણાવશે. 
 

Time Traveller નો દાવો :  કહ્યું- વર્ષ 2023માં દુનિયા પર આવશે પાંચ મોટી આફત

નવી દિલ્હીઃ એક રહસ્યમયી સોશિયલ મીડિયા યૂઝરે તેના દાવાથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વર્ષ 2858થી પાછો ફર્યો છે અને ભવિષ્યની ઘટનાઓ જાણે છે. તેમણે દાવો કર્યો છે કે આ ઘટનાઓ માનવ જીવનને ઘણી રીતે અસર કરશે. આ વ્યક્તિએ કહ્યું કે આ વર્ષે વૈજ્ઞાનિકોને પણ એવું તત્વ મળશે, જેના કારણે માનવી લાંબુ જીવી શકશે.

માનવ જીવનને પ્રભાવિત કરશે આ ઘટનાઓ
આ વ્યક્તિએ @ darknesstimetravel નામના પેજ પર વિચિત્ર દાવા કર્યાં છે. તેણે કહ્યું- જે લોકો સમજે છે કે મારો વર્ષ 2858થી આવવાનો દાવો ખોટો છે, તેને હું ભવિષ્યની પાંચ તારીખો જણાવી રહ્યો છે, જેમાં અનેક ઘટનાઓ બનશે. આ એવી ઘટનાઓ હશે જે માનવ જીવનને પ્રભાવિત કરશે. સાથે ભૂતકાળ પ્રત્યે આપણા વિચારમાં મોટું પરિવર્તન લાવશે. એટલું જ નહીં તેનાથી આપણે ભવિષ્યને વધુ સારૂ તથા સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. 

ટાઈમ ટ્રાવેલરની 5 મોટી ભવિષ્યવાણીઓ

આ વ્યક્તિએ પાંચ તારીખો અને ભવિષ્યમાં તે દિવસે થનારી ઘટનાઓને લઈને મોટો દાવો કર્યો છે. 

ફેબ્રુઆરી 28, 2023: આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે 28 ફેબ્રુઆરીના રોજ, એલિયન્સ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વી પર આવશે. અત્યાર સુધી લોકો તેમના વિશે માત્ર અનુમાન લગાવતા હતા, પરંતુ આ વાસ્તવિકતામાં થશે.

2 એપ્રિલ 2023: વૈજ્ઞાનિકોને ઓક્સિજનનો એવો વિકલ્પ મળશે, જેના કારણે માનવ જીવનમાં 50 વધુ વર્ષ ઉમેરાશે.

4 મે, 2023: મંગળ પર હાડકાંનો ઢગલો જોવા મળશે, જે સાબિત કરશે કે મનુષ્ય મૂળ મંગળનો છે.

26 ઓગસ્ટ 2023: 1.5 મિલિયન વર્ષો પહેલા મળેલી ચાર મેગાલોડોન શાર્ક મારિયાના ટ્રેન્ચની તળેટીમાં જોવા મળશે.

16 ઓક્ટોબર 2023: કેટલાક કિશોરોને એક પ્રાચીન ખંડેર અને એક પથ્થર મળશે, જેના દ્વારા સમયની મુસાફરી કરી શકાય છે.

લોકોએ કરી આવી કોમેન્ટ
ટિકટોક પર આ રહસ્યમયી સોશિયલ મીડિયા યૂઝર્સના દાવાને લઈને કેટલાક લોકોએ કહ્યું કે આ ખોટી ભવિષ્યવાણી છે, તો કેટલાકે કહ્યું કે ધરતી પર ગમે તે સંભવ છે. કેટલાક યૂઝર્સે તેને વ્યૂજ મેળવવા માટે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો  તો કેટલાક ઉદાહરણ આપ્યા કે આવા ઘણા ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી સાચી પડી ચુકી છે. પરંતુ આ કથિત ટાઇમ ટ્રાવેલરના દાવામાં કેટલું સત્ય છે તે તો આવનારો સમય જણાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news