'અમ્ફાન' ના કહેર પર PM મોદીની જાહેરાત, પશ્વિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ

અમ્ફાન વાવાઝોડા  (Amphan Cyclone)ના કારણે પશ્વિમ બંગાળના થયેલી તબાહીનું નિરિક્ષણ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે 'આ વાવાઝોડાના કારણે 80 લોકોના મોત થયા છે. જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.

Updated By: May 22, 2020, 03:15 PM IST
'અમ્ફાન' ના કહેર પર PM મોદીની જાહેરાત, પશ્વિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ

નવી દિલ્હી: અમ્ફાન વાવાઝોડા  (Amphan Cyclone)ના કારણે પશ્વિમ બંગાળના થયેલી તબાહીનું નિરિક્ષણ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે 'આ વાવાઝોડાના કારણે 80 લોકોના મોત થયા છે. જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તે બધા પ્રત્યે અમારી સંવેદનાઓ છે અને આ સંકટની ઘડીમાં અમે તેમની સાથે છીએ. 

પીએમ મોદીએ કહ્યું કે 'આ સંકટની ઘડીથી જલદી બહાર  નિકાળી શકાય, તેના માટે રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી તાત્કાલિક એક હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ આ અકસ્માતમાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આપવામાં આવશે.'

પીએમ મોદીએ કહ્યું કે અમ્ફાન ચક્રવાતનો સામનો કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ભરપૂર પ્રયત્ન કર્યા. પરંતુ તેમછતાં લગભગ 80 લોકોના મોત થયા. તેમનું અમને દુખ છે અને જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંવેદનાઓ છે.

સીએમ મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ અને રાજ્ય અને અન્ય અધિકારીઓ સાથે સુપર સાઇક્લોન અમ્ફાન પર પીએમ નરેન્દ્ર મોદીએ બશીરહાટમાં સમીક્ષા બેઠક કરી. પીએમએ કહ્યું કે તેમછતાં હું ઓરિસા જઇશ. ત્યાં હવાઇ સર્વેક્ષણ કરીશ.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube