ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશે

how to control insect in crops : પાકને જીવાતથી નુકસાન થતુ અટકાવવું હોય તો આજે જ આખા ખેતરમાં વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ લગાવી, એક રાતમાં જીવાત ભાગી જશે

ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશે

Agriculture News : આ લાઈટને વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ બહુ જ કારગત નીવડે છે. તેના ઉપયોગથી ખેડૂતો પાકમાં પડેલા કીડાને દૂર કરી શકાય છે, એ પણ સસ્તા ભાવે, કારણ કે કીટનાશક દવાને વારંવાર ખરીદવી પડે છે અને છાંટવાની કામગીરી કરવી પડી છે 

ખેતરમાં પડેલી જીવાત આખો પાક બગાડી દે છે. જે ખેતરોમાં જીવાત પડે, તેની સીધી અસર ઉત્પાદન પર થાય છે. ઉત્પાદન ઘટી જાય છે. જીવાતને કારણે ખેડૂતનો ખર્ચ વધી જાય છે, અને ઉપરથી મહેનત પણ વધે છે. કારમ કે, કીટકનાશક દવાને ખરીદવા અને તેને નાંખવાની જફા કરવી પડે છે. ખેડૂતોની આવક કરતા જાવક વધી જાય છે. સાથે જ તેનો છંટકાવ કરવા માટે મુશ્કેલી પણ થાય છે. આવા કીટકનાશક દવાઓ નાઁખ્યા બાદ ઉત્પાદન થતી શાકભાજી ખાવાથી લોકોના સ્વાસ્થય પર ખરાબ અસર થાય છે. જેથી આ દવાઓ પણ કોઈ ઉપયોગી હોતી નથી. તેથી આવામાં એક લાઈટના મદદથી કેડૂતો ખેતરમાંથી જીવાતોને દૂર કરી શકે છે. 

આ લાઈટને વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ બહુ જ કારગત નીવડે છે. ઉપરથી તેનો ઉપયોગ ખેડૂતો માટે કીટકનાશક દવાની સરખામણીમાં બહુ જ સસ્તો હોય છે. કીટકનાશકને વારંવાર ખરીદવું પડે છે તેને આખા ખેતરમાં છાંટવા માટેની મહેનત કરવી પડે છે. તેનાથી ખેડૂતોનો ખર્ચ પણ વધી જાય છે. તેની સામે વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ લગાવવાનો ખર્ચો એક જ વાર આવે છે. 

તેનો બીજો ફાયદો એ છે કે, તેના ઉપયોગથી પ્લાન્ટ, માણસો અને પક્ષીઓ પર કોઈ પ્રકારની ખરાબ અસર પડતી નથી. બીજી તરફ, કીટકનાશકના ઉપયોગથી પક્ષીઓ અને તેનું સેવન કરવાથી માણસોના સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. 

વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ ના ઉપયોગના ફાયદા

  • આ લાઈટની રેન્જ 8 મીટર સુધી હોય છે, તેના પ્રભાવથી 8 મીટર સુધીના રેડિયસમાં જે પણ કીટાણું આવે છે, તે મરી જાય છે અથવા ભાગી જાય છે. 
  • આ લાઈટની કોઈ ખરાબ અસર થતી નથી, કે તેના સંપર્કમાં આવવાથી કોઈ પણ વ્યક્તિને નુકસાન થતું નથી
  • આ ટ્રેપ લાીટની રેન્જ બહુ જ ખાસ હોય છે. 8 મીટરની રેન્જ સુધી આ લાઈટ 90 ટકા જીવાતને નિયંત્રિત કરી શકે છે તેથી તે બેસ્ટ ગણાય છે
  • વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપના ઉપયોગથી લાઈટની રેન્જમાં આવનારા અલગ અલગ પ્રકારના કીટાણુંઓને નિયંત્રિત કરી શકાય છે. ખાસ કરીને અનાજમાં લાગતા જીવાતને ટ્રેપ કરવામાં આ લાઈટ બહુ કામની છે

 
આ વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપને લગાવવી બહુ જ સરળ હોય છે. તેને જે સ્થળે જીવાતનો પ્રકોપ વધારે હોય, ત્યાં ફીટ અથવા શિફ્ટ કરી શકાય છે. ઉપરથી આ લાઈટને જમીન અને દિવાલ બંને સ્થાનો પર લગાવી શકાય છે. આ ટ્રેપ લાઈટમાં જીવાતને આકર્ષવાની એક ખાસ પ્રકારની લાઈટ હોય છે. સાથે જ અહીં એક પાણીની પેન પણ રાખવામાં આવે છે. જેમાં જીવાત તેમાં આવીને ફસાઈ જાય છે. અથવા લાઈટ પાસે મૂકાયેલા પાણીમાં ડૂબીને મરી જાય છે. 

આ એક લાઈટની કિંમત 3000 રૂપિયા હોય છે. જેથી તે કીટકનાશકની સરખામણીમાં વધુ સસ્તી કહેવાય છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news